શક્તિ ભક્તિ અને આસ્થા નું ત્રિવેણી સંગમ ગણાતું માં જગતજનની અંબાનું મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે માં અંબાના ધામ અંબાજીમાં દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબા ના ચરણોમાં શીશ નમાવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા આવતા હોય છે. અનેકો નેતા અભિનેતા પણ મા અંબાના દર્શન કરવા માં જગતજનની અંબાના મંદિરે આવે છે. ત્યારે રાત્રે ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકર ચૌધરીભાઈ અંબાજી ખાતે પહોચ્યા હતા.
ગુજરાત રાજ્ય ના વિધાનસભા અધ્યક્ષ ગઈ રાત્રે શક્તિપીઠ અંબાજી ખાતે પહોચ્યા હતા. અંબાજી મંદિર પહોચતા શંકરભાઈ ચૌધરી નો સ્વાગત અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું. ત્યાર બાદ વિધાનસભા અધ્યક્ષ મંદિર મા જઈ માતાજી ના ચરણો મા શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. જગત ની સંચાલન કરતી માં જગત જનની અંબા ના દર્શન કરી રાજ્ય ના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કામના કરી હતી.
અંબાજી મંદિર ના ભટજી મહારાજ દ્વારા શંકરભાઈ ચૌધરી ને તિલક કરી અને માતાજી ની ચુંદડી ઓઢાવી ને આશીર્વાદ આપ્યા હતા. ત્યાર બાદ મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં પણ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા આ દરમિયાન અંબાજી ભાજપ મંડળ હાજર રહ્યું હતું.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી