શક્તિપીઠ અંબાજી માં આવેલા શ્રી શાંતિેશ્વર મહાદેવ ( કૈલાશ ટેકરી ) નો 88 મો પંચ દિવસીય દિવ્ય શિવ પાટોત્સવ યોજવા જઈ રહ્યો છે. આવનાર તારીખ 20/05/2025 મંગળવાર થી તારીખ 24/05/2025 સુધી દરરોજ સવારે 08:00 થી રાત્રે 11:00 કલાક સુધી ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવશે જેની તૈયારી અંબાજી મંદિર અને કૈલાશ ટેકરી ભક્ત મંડળ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
યાત્રાધામ અંબાજીમાં ધૂમધામથી યોજના લાભ પંચ દિવસે દિવ્ય શિવ પાટોત્સવ માં ધર્મ ધજા પ્રતિષ્ઠા, શ્રીરામ મહાયજ્ઞ, શિવ મહાભિષેક, પોથીયાત્રા અંબાજી મંદિર થી કૈલાશ ટેકરી સુધી, શ્રી ભક્ત માલ સત્સંગ જેવા અનેકો ધાર્મિક કાર્યક્રમો ધૂમધામ થી યોજવામાં આવશે.
શ્રી શાંતિશ્વર મહાદેવ કૈલાશ ટેકરી ના પાટોત્સવ ના છેલ્લા દિવસે તારીખ 24/5/2025 શનિવાર ના દિવસે શિવ મહાભિષેક વિરામ, અન્નકૂટ દર્શન, મહાપ્રસાદ, શ્રીરામ મહાયજ્ઞ પૂર્ણાહુતિ, કૈલાશ ટેકરી મહાતભ્ય પુસ્તિકા નુ વિમોચન, મહાનુભાવ તથા ભક્તો નુ સમ્માન, અને કથા વિરામ સાથે આ પંચ દિવસીય દિવ્ય શિવ પાટોત્સવ પૂર્ણ થશે.