પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણશોધાયેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
તા.૨૬/૦૫/૨૦૨૫ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, મોણપર-જેસર ચોકડી ઉપર એક ઇસમ શંકાસ્પદ કાળા કલરનું રજી નંબર વગરનું હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ લઇને ઉભો છે જે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ નીચે મુજબના મોટર સાયકલ સાથે હાજર મળી આવેલ. જે મોટર સાયકલ અંગે તેની પાસે રજી.કાગળો કે આધાર માંગતાં નહિ હોવાનું જણાવેલ. તેણે આ મોટર સાયકલ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય.તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેની મોટર સાયકલ વિશે પુછપરછ કરતાં તેણે આ મોટર સાયકલ પહેલા તેના ભાઇ બીપીનભાઇ પાસે હતું.તેના અવસાન બાદ બે વર્ષથી આ મોટર સાયકલ પોતાની પાસે હોવાનું જણાવેલ. જે અંગે કાયદેસર કાર્યવાહી કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.જે અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ.
પકડાયેલ ઇસમઃ-મહેશભાઇ ઉર્ફે ભોલો મનજીભાઇ મકવાણા ઉ.વ.૨૧ રહે.ધરાઇ રોડ પાસે, બગદાણા તા.મહુવા જી.ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-કાળા કલરનું હિરો કંપનીનુ ચેસીસ નંબર-MBLHA10AMEHA20060 તથા એન્જીન નં.HA10EJEHA05781 વાળું સ્પ્લેન્ડર પ્લ્સ મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-
શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-બોરતળાવ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૯૮૦૧૫૨૦૦૧૭૭/૨૦૨૦ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, પ્રવિણભાઇ ગળસર, પ્રજ્ઞેશભાઇ પંડયા