Latest

અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન ૧૫ લાખથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ મેટ્રો શરૂ થઈ ત્યારથી જ નગરજનો ઉત્સાહ મેટ્રોની સવારીમાં રહ્યો છે. આ જ ઉત્સાહ અમદાવાદમાં આઈપીએલની ૯ મેચ દરમિયાન પણ જોવા મળ્યો હતો. આઈપીએલની મેચ દરમિયાન ટ્રાફિકજામ અને પાર્કિંગની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે મોટી સંખ્યામાં લોકોએ મેટ્રોનો ઉપયોગ કર્યો છે. આઇપીએલની ૯ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચવા માટે મોટાભાગના લોકોએ મેટ્રોનો જ ઉપયોગ કર્યો છે.

અમદાવાદમાં આઇપીએલની ૯ મેચ દરમિયાન મેટ્રોમાં ૧૫ લાખથી વધુ લોકોએ મુસાફરી કરી છે. એટલું જ નહિ અમદાવાદ મેટ્રોને માત્ર ૯ દિવસમાં ૨ કરોડથી વધુની આવક પણ થઈ છે.

આઇપીએલની ૯ મેચ દરિમયાન મેટ્રોની સફરના વિગતવાર આંકડાઓની વાત કરીએ તો ૨૫ માર્ચના રોજ ૧,૫૯,૯૨૩ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૧.૭૪ લાખની આવક થઈ હતી. ત્યારબાદ ૨૯ માર્ચના રોજ ૧,૮૩,૬૧૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૩૦.૯૦ લાખની આવક થઈ હતી.

૯ એપ્રિલના રોજ ૧,૭૨,૨૪૮ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૪.૧૫ લાખની આવક થઈ હતી. ૧૯ એપ્રિલના રોજ ૧,૬૫,૫૫૧ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૯.૪૩ લાખની આવક થઈ હતી. ૨ મેના રોજ ૧,૯૭,૩૮૮ લોકોએ મુસાફરી કરી,

જેનાથી મેટ્રોને ૨૯.૩૦ લાખની આવક થઈ હતી. ૨૨ મેના રોજ ૧,૨૧,૪૭૫ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૭.૫૧ લાખની આવક થઈ હતી. ૨૫ મેના રોજ ૧,૪૮,૧૯૨ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૧૮.૦૯ લાખની આવક થઈ હતી. ૧ જૂનના રોજ ૧,૪૫,૬૫૪ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૨૨.૩૧ લાખની આવક થઈ હતી.

૩ જૂન આઈપીએલની ફાઇનલ મેચ દરમિયાન ૨,૧૩,૩૩૬ લોકોએ મુસાફરી કરી, જેનાથી મેટ્રોને ૩૨.૧૨ લાખની આવક થઈ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ

રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *