Devbhumi Dwarka

વિશ્વ યોગ દિવસ નિમિતે દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો યોગમય

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા અમૂલ્ય ભેટ સમી “યોગ વિદ્યા”ને વિશ્વ ફલક ઉપર લાવવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘એક પૃથ્વી-એક સ્વાસ્થ્ય માટે યોગ’ થીમ સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા “સ્વસ્થ દ્વારકા અને સુરક્ષિત દ્વારકા” સૂત્રને સાર્થક કરવા સામાન્‍ય પ્રવાહથી અલગ રહેતા વર્ગો પર ધ્યાન કેન્‍દ્રીત કરી એક નવતર અભિગમથી લોકોમાં યોગ વિશે જાગૃતતા લાવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા.

જેમાં મનોદિવ્યાંગ બાળકો સાથે પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ, ખંભાળિયા અને ભાણવડમાં સીનીયર સીટીઝનનાં ઘરે-ઘરે જઇ તેમની સાથે પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરી યોગ વિશે જાગૃત કરવામાં આવ્યા હતાં.

ઉપરાંત એસ.ટી. બસનાં અધિકારી/કર્મચારીઓ તેમજ મુસાફરી કરતા યાત્રિકો સાથે, કુદરતી સૌંદર્ય થી ભરપૂર એવા બરડા ડુંગર માં આવેલ આભાપરા હીલ સ્ટેશન પર નેશ વિસ્તારમાં રહેતા માલધારી સમાજનાં લોકો સાથે, ઓખા વિસ્તારમાં આવેલ નિર્જન “સમિયાણી ટાપુ” પર પહોંચી પોલીસ દ્વારા યોગ-પ્રાણાયામ કરી યોગ વિશે એક અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો.

એ ઉપરાંત બેટ દ્વારકા ટાપુ ને જમીન સાથે જોડતા એવા “સુદર્શન સેતુ” ઉપર યોગ-પ્રાણાયામ કરી સમગ્ર જિલ્લો યોગમય બન્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

૨૩ મે – વિશ્વ કાચબા દિવસ દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર‘

દેવભૂમિ દ્વારકા,  સંજીવ રાજપૂત: દરિયાઈ જીવ સૃષ્ટિના ઢાલબદ્ધ સભ્ય એવા કાચબાનું…

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરાયું

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: માધવપુર ઘેડના મેળા પાંચમાં દિવસે ભગવાન શ્રી કૃષ્ણ…

દ્વારકામાં આવતી કાલે યોજાનાર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના સત્કાર સમારોહની તૈયારીઓ પૂરજોશમાં

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: ભારતના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના…

1 of 4

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *