જામનગર: જામનગર ખાતે મનપા ચૂંટણીમાં બીજેપી દ્વારા 64 સીટોમાંથી 50 પર કબજો મેળવી જીત મેળવી હતી ત્યારે જામનગર શહેર બીજેપી કાર્યાલય ખાતે આજે બીજેપીના જિલ્લા પ્રભારી ધનસુખભાઈ ભંડેરી દ્વારા મનપા પદાધિકારીઓનાં નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં જામનગર મહાનગરપાલિકામાં નવા મેયર ડેપ્યુટી મેયર સહિત પદાધિકારીઓની વરણી કરવામાં આવી. જે પ્રસંગે શહેર પ્રમુખ ડૉ વિમલ ભાઈ, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર સહિત બીજેપીના નેતાઓ દિગજજો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરી દ્વારા મેયર સહિતના નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં મેયર તરીકે બીનાબહેન કોઠારી, ડેપ્યુટી મેયર તરીકે તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનમાં મનીષ કટારીયા, શાસક પક્ષ નેતા તરીકે કુસુમબહેન પંડ્યા અને દંડક તરીકે કેતન ગોસરાણીની નિયુક્તિ કરવામાં આવી હતી અને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મેયર તરીકે બીનાબેન કોઠારીનું નામ બોલતા જયશ્રીરામ અને તાળીઓના ગડગડાટથી સર્વને વધાવી લેવામાં આવ્યા હતા તો બીજી તરફ સર્વે ઉપસ્થિત વિજયી કોર્પોરેટરો દ્વારા તમામ પદાધિકારીઓને વધાવી લેવામાં આવ્યા હતા. નામોની જાહેરાત થયા બાદ તમામ નવ નિયુક્ત પદાધિકારીઓ ટાઉન હૉલ ખાતે પહોંચ્યા હતા જ્યાં જામનગર મનપાની પ્રથમ સાધારણ સભા મળી હતી જ્યાં વિરોધ પક્ષના નેતાઓ સહિત ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સર્વે નવા પદાધિકારીઓને આવકારવામાં આવ્યા હતા અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા પ્રથમ સાધારણ સભામાં જ પોતાના વોર્ડની પાણીની સમસ્યા સાથે ગંદા પાણીની બોટલ મેયર સમક્ષ ધરી વોર્ડમાં પાણીની સમસ્યાના ઉકેલ અંગે રજુઆત કરી હતી તો બીજી તરફ કોંગ્રેસના ના નેતા અલ્તાફ ખફી દ્વારા તમામ નવનિયુક્ત લોકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આવનાર સમયમાં પક્ષને ના જોતા સહકાર સાથે લોકોના કામ કરવા બાબતે સહકાર આપવા જણાવ્યું હતું. જામનગર શહેરના નવા મેયર અને ડેપ્યુટી મેયરના નામ આવતાંની સાથે જ ઘણા એવા પણ લોકો હશે જેમના અરમાનો પર પાણી ફરી વળ્યું હોય તેમ ચર્ચા જોવા મળી હતી. ખેર નવા ચૂંટાયેલા મેયર, ડેપ્યુટી મેયર અને કોર્પોરેટરો પ્રજા લક્ષી કામો તરફ ધ્યાન આપી જામનગર શહેરને વધુ વેગવંતુ બનાવે તેવી પ્રજાએ આશા રાખી છે અને બીજેપી દ્વારા પણ આ તટસ્થ અને કાર્યભાવી વ્યક્તિઓને પ્રજાના કામો પૂર્ણ કરવા નિયુક્ત કર્યા છે અને તેઓ પૂર્ણ કરશે તેવી આશા સેવી છે. ઉપસ્થિત તમામ લોકોએ સર્વે નવનિયુક્ત પદાધિકારીઓ અભિનંદન પાઠવ્યા હતા.. તમામ નવા નિમાયેલ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન..
જામનગર શહેરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર… બીજેપી કાર્યાલય થી ટાઉન હૉલ સુધીની સફર..વાંચો..
Related Posts
કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
તા.૨૨ થી ૨૩ નાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં…
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી…
ભાવનગર જિલ્લામાં શામપરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ.મોડેલ સ્કૂલ સીદસર અને આજુબાજુની શાળાઓના વિધાર્થીઓએ ભાગ લીધો.
ભાવનગર જિલ્લામાં 10 મી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી શૈક્ષણિક સંસ્થાઓએ…
રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભાવનગરમા નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા જાગૃતતા શિબિર યોજાઇ
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા “નારી વંદન ઉત્સવ” અંતર્ગત…
ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકારથી સમૃદ્ધિ” અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લામાં આવેલ સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી
ARTD-GAD સ્પીપા, ગાંધીનગર દ્વારા આયોજિત અને ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ…