જૂનાગઢ, સંજીવ રાજપૂત: જીમખાના એ જૂનાગઢ શહેરમાં હાર્દ સમાન સંસ્થા છે. જે રીક્રીએશનલ પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત, બૌદ્ધિક પ્રવૃત્તિઓ વગેરેને પ્રોત્સાહન આપે છે.જૂનાગઢ જીમખાના ખાતે જૂનાગઢ જીમખાના નવીનીકરણ ફેઝ ૧ અંતર્ગત જિમ્નેશિયમ બિલ્ડીંગ, અદ્યતન જિમ્નેશિયમ,નવી સિક્યુરિટી કેબિન,નવુ વિદ્યુતકરણ,ગ્રાઉન્ડ લેન્ડસ્કેપિંગ બ્યુટીફિકેશન વગેરે કામગીરી પૂર્ણ થતા ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જીમખાના ખાતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહયોગથી અધતન સાધનો પૂરા પાડવામાં આવેલ છે. હાલ જિમ્નેશિયમમાં બે પ્રકારના વિભાગો છે. કાર્ડીઓ અને સ્ટ્રેન્ધનીંગ, કાર્ડિયો-જીમમાં ચાર ટ્રેડમિલ, સ્પીન બાઇક વગેરે સાધનો છે.જ્યારે સ્ટ્રેન્ઘનીંગ જીમ ખાતે બોડી બિલ્ડીંગના અધ્યતન મશીનો વસાવવામાં આવ્યા છે.
જીમ બિલ્ડિંગના આગળના ભાગમાં ગ્રાઉન્ડનું બ્યુટીફિકેશન કરવામાં આવ્યું છે. ઉપરાંત જીમ બિલ્ડીંગ ને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આ તમામ સુવિધાઓનો લોકાર્પણ જિલ્લા કલેકટર અને જીમખાના અધ્યક્ષ અનિલકુમાર રાણાવસિયાના હસ્તે કરવામાં આવ્યો હતો.
જેમાં સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર,જિલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર,શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા જીમખાનાના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મેનેજિંગ સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. જીમખાના ખાતે અદ્યતન સુવિધા સભ્યો માટે ખુલ્લી મુકવામાં આવી છે.
જિલ્લા કલેકટર અને જીમખાના અધ્યક્ષ અનિલકુમાર રાણાવસિયા દ્વારા આ તકે ફિટ ઈન્ડિયા, વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનો ઉલ્લેખ કરી લોકને ફિટનેસ પ્રત્યે સજાગ રહેવા અને અદ્યતન જિમ્નેશિયમ આ દિશામાં ઉપયોગી બનશે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.