રીપોર્ટ : અનુજ ઠાકર.
અમદાવાદના યંગ ઇન્ફલુએન્ઝર્સ માટે શહેરી મ્યુઝિકલ નાઈટ સાબિત થયેલી ‘હાઉસ ઓફ તાલ – બૅટલ ઇન્ડો હાઉસ વર્સેસ ટેકનો પાર્ટી’નો પ્રથમ આયોજિત ઇવેંટ સફળ રહ્યો. હોટ ક્લબ ખાતે આયોજિત આ ગ્રાન્ડ પાર્ટીનું આયોજન રિધમ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ૨૦૦થી વધુ જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફલુએન્ઝર્સે હાજરી આપી હતી.
પાર્ટીમાં ડીજે કેશ ત્રિવેદીએ સતત ૩ કલાક સુધી EDM મ્યુઝિક પર ફરફરાટ પરફોર્મન્સ આપી, જેને કારણે યુથ મ્યુઝિક સાથે સંપૂર્ણ રીતે કનેક્ટ થયો. EDMના બેસિંગ બીટ્સ અને ટેકનો ટ્યૂન ઉપર ઇન્ફલુએન્ઝર્સે ડાન્સફ્લોર પર ઠુમકા લગાવ્યા હતા.
આ પહેલ અંગે વાત કરતાં રિધમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે:
“આ પ્રકારની ઇન્ફલુએન્ઝર્સ પાર્ટી યૂએસએ અને કેનેડા જેવા દેશોમાં ઘણા વર્ષોથી યોજાતી આવી છે, જ્યાં લોકલ ઇન્ફલુએન્ઝર્સ એકસાથે આવીને મ્યુઝિક અને ડાન્સના માધ્યમથી જોડાય છે. અમે અમદાવાદમાં એવું માહોલ ઉભો કરવા માગતા હતા, અને પાર્ટીનો રેસ્પોન્સ જોઈને આનંદ થયો.”
‘હાઉસ ઓફ તાલ’ પાર્ટીએ ન માત્ર યુવા ઇન્ફલુએન્ઝર્સને પ્લેટફોર્મ આપ્યું, પરંતુ અમદાવાદની નાઇટલાઈફમાં એક નવો ટ્રેન્ડ સ્થાપિત કર્યો છે — જ્યાં ક્રિએટિવિટીના સાથે મ્યુઝિક અને નેટવર્કિંગનો સંયોજન જોવા મળ્યો.