અહેવાલ: અનુજ ઠાકર
અમદાવાદના જીલઝિલાતા વિસ્તાર સિંધુભવન રોડ પર તાજેતરમાં એક અનોખું અને આકર્ષક કેફે “કૂફી કેફે” નું ભવ્ય ઉદ્ઘાટન થયું. આ કેફે શરૂ કર્યું છે ગુજરાતી ફિલ્મ જગતમાં લોકપ્રિયતા પામેલા યુવા કલાકાર મલ્હાર ઠાકર (@malhar028) અને અભિનેત્રી પૂજા જોષી (@pujajoshi_official) દ્વારા. તેઓ TAFF (The Active Filmmakers Forum) સંચાલિત Ahmedabad Active Artist Alliance (AAAA) ના માનનીય સભ્ય પણ છે.
ગઈકાલે TAFF ના એડમીન તન્મય શેઠ અને કો-એડમીન દર્શિની શેઠ સહિત જાણીતા ગુજરાતી ફિલ્મ કલાકાર રાગી જાની અને પ્રતિષ્ઠિત દિગ્દર્શક/અભિનેતા અખિલ કોટક કૂફી કેફેની મુલાકાતે આવ્યા હતા. આ અવસરે TAFF અને AAAA તરફથી મલ્હાર ઠાકરને ખાસ ભેટરૂપે પર્સનલ કેર કિટ આપવામાં આવી હતી, જે સંપૂર્ણપણે કોફી આધારિત પ્રોડક્ટ્સ થી બનેલી હતી.
આ ભેટ કિટ TAFF ના સદસ્ય તથા નાયરા હર્બલ કેર (@nayraherbalcare_1418) ના સ્થાપક સાહિલ રાઈમા (@saahilraima) દ્વારા તૈયાર કરવામાં આવી હતી. કિટમાં શેમ્પૂ, ફેસવોશ, મોઈશ્ચરાઇઝર અને સ્ક્રબ સોપનો સમાવેશ થતો હતો. વિશેષતઃ દરેક પ્રોડક્ટમાં કોફી આધારિત તત્વો — જેમ કે રોસ્ટેડ કોફી એક્સ્ટ્રેક્ટ, કોફી ઓઇલ અને કોફી બીન્સના ગ્રેન્યુઅલ્સનો ઉપયોગ કરાયો હતો. આ ઉપરાંત દરેક પેકિંગ પર ‘કૂફી’ કેફેનું બ્રાન્ડિંગ ઉકળતું હતું, જે આ ભેટને ખાસ અને યાદગાર બનાવે છે.
મલ્હાર ઠાકરે આ ભેટ પ્રાપ્ત કરી અત્યંત આનંદ વ્યક્ત કર્યો હતો તથા TAFF ગ્રુપ, તન્મય શેઠ અને સાહિલ રાઈમાનો દિલથી આભાર માન્યો હતો.
કૂફી કેફે માત્ર એક કેફે નથી, તે છે કલાકારોના સપનાનું સ્વરૂપ — જ્યાં કલાનું રસ પણ છે અને કોફીનો સદ્ભાવ પણ. આ નવી શરૂઆત ગુજરાતી ફિલ્મ જગત સાથે સંકળાયેલા દરેક કલાકાર માટે એક નવી પ્રેરણા બની રહેશે.