મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો 12 જુલાઈના રોજ બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના અરવલ્લી ગીરીમાળાઓમાં આવેલી વનવાસી ઉત્કર્ષ મંડળ ભચડીયા સંચાલીત સંસ્થામાં સંસ્થાના પ્રમુખ લક્ષમણસિંહ કે. બારડ હાજર રહી તેમને બનાસડેરી દ્વારા બનાવેલા સીડબોલનું વાવેતર 10 અલગ અલગ માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક આશ્રમશાળાઓમાં ધોરણ 11 અને ધોરણ 12 ના વિધાર્થીઓ દ્વારા સંસ્થાના પ્રમુખ લક્ષમણસિંહ કે.બારડ અને વિવિધ આચાર્ય ,શાળાના શિક્ષકોએ હાજર રહી સીડબોલ પ્લાન્ટેંશનની કામગીરી હાથ ધરવામાં આવી
આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ લક્ષમણસિંહ કે. બારડ,વનઅધિકારીઓ તથા ડેરીના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગ્રીન અરાવલી રેંજ હરીત ક્રાંતિ મહાઅભિયાન મા સફળ અને સુંદર પરીણામલક્ષી કામગીરી થાય તેવું સુંદર આયોજન કરી સંસ્થાની જુદીજુદી આશ્રમશાળાઓના નજીકની અરવલ્લી પર્વતમાળાઓમાં સીડ બોલ વાવેતર કરવામાં આવ્યું .આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક સીડબોલ પ્રત્યારોપણ કામગીરી કરવામાં આવી
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી