પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરી/લુંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.
ગઇ તા.૧૧/૦૭/૨૦૨૫ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરીમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર શહેર, બોરતળાવ પો.સ્ટે. ગુ.ર.નં.૧૬૬૫/૨૦૨૪ ઇ.પી.કો કલમઃ-૪૦૬,૪૨૦,૧૧૪ મુજબનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી અલ્પેશ ચંદ્દકાંતભાઇ જરીવાલા રહે.સુરતવાળા હાલ-સુરત ખાતે હાજર છે. જે બાતમી આધારે સુરત ખાતે જઇ તપાસ કરતાં નીચે મુજબનાં નાસતાં-ફરતાં આરોપી સુરત,નવાપુરા,મહિધરપુરા, ગોલાવાડ, લીંમડી શેરી નંબર-૦૧ પાસેથી હાજર મળી આવતાં તેને ભાવનગર ખાતે લાવી તેની પુછપરછ કરતાં ઉપરોકત ગુન્હામાં નાસતાં-ફરતાં હોવાનુ જણાવેલ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી થવા માટે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે.
નાસતાં-ફરતાં પકડાયેલ આરોપીઃ-અલ્પેશ ઉર્ફે જાડીયો જગદીશચંદ્ર ઉર્ફે ચંદ્દકાંતભાઇ જરીવાલા ઉં.વ.૪૧ ધંધો-જરીકામ રહે.રૂમ નંબર-૬૦૧, S.M.C. સ્વીમીંગ પુલ પાસે, સુમરાવાડ, રૂસ્તમપુરા, સુરત શહેર
ગુનાની વિગત:-બોરતળાવ પો.સ્ટે. ગુ.ર.નં.૧૬૬૫/૨૦૨૫ ઇ.પી.કો.કલમઃ- ૪૦૬,૪૨૦, ૧૧૪ મુજબ
આરોપીનો ગુન્હાહિત ઇતિહાસઃ-
1) સુરત શહેર, સલાબતપુરા પો.સ્ટે. સે.ગુ.ર.નં.૦૧૩૨/૨૦૧૫ જુ.ધા.કલમઃ-૧૨ મુજબ
2) સુરત શહેર, ડીંડોલી પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં.૧૯૮૬/૨૦૧૫ પ્રોહિ.એકટ કલમઃ-૬૬(૧) બી મુજબ
3) સુરત શહેર, અડાજણ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૧૨/૨૦૧૬ ઇ.પી.કો.કલમઃ-૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ વિ.મુજબ
4) સુરત શહેર, મહિધરપુરા પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં.૦૩૧૩/૨૦૧૯ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૮૧ મુજબ
5) સુરત શહેર, ખટોદરા પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં.૦૨૨૬/૨૦૧૯ ઇ.પી.કો.કલમઃ-૩૭૯ મુજબ
6) સુરત શહેર, અઠવાલાઇન્સ પો.સ્ટે. પ્રોહિ. ગુ.ર.નં.૦૨૯૯/૨૦૧૯ ધ આર્મ્સ એક્ટ ૧૯૫૯ની કલમઃ-૨૫(૧)(૧-એ), ૨૯ મુજબ
7) સુરત શહેર, ખટોદરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૮૯૩/૨૦૨૦ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ ઇ, ૮૧, ૯૮(૨) મુજબ
8) સુરત શહેર, સલાબતપુરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૭૩/૨૦૨૦ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ ઇ,૮૧,૯૮(૨) મુજબ
9) સુરત શહેર, અમરોલી પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૬૩/૨૦૨૧ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ ઇ,૮૧,૯૮(૨) મુજબ
સુરત શહેર, ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૧૬/૨૦૨૧ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૯૮(૨) મુજબ
10) તાપી, સોનગઢ પો.સ્ટે. ગુ.ર.નં.૨૫૮૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૪૬૫,૪૬૮,૪૭૧ તથા પ્રોહિ.એકટ કલમઃ-૬૫ ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ
11) સુરત શહેર, ચોક બજાર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૨૨૪૦૮૪૬/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ-૪૨૦,૪૬૫,૪૬૭, ૪૬૮, ૪૭૧,૧૨૦ બી મુજબ
12) અમરેલી રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૧૦/૨૦૨૪ ઇ.પી.કો.કલમઃ-૪૦૬,૪૨૦,૧૧૪,૧૨૦ બી,૩૪ મુજબ
13) મહિસાગર, બાલાસીનોર પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૯૨/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમઃ-૩૩૬ (૨), ૩૪૦,૬૧ (૨),(એ) તથા પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૧૧૬ બી,૮૧, ૯૮ (૨) મુજબ
14) નવસારી, મરોલી પો.સ્ટે. ગુ.ર.નં.૦૭૧૨/૨૦૨૪ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૧૧૬ બી,૮૧, ૯૮ (૨) મુજબ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા, બ્રિજરાજસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઇ પંડયા, હરિચંદ્દસિંહ ભીમભા જોડાયા હતા .