પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૩/૦૭/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર,પાલીતાણા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, રાણપરડા ખારામા આવેલ સ્મશાનની બાજુમા ખુલ્લી જગ્યામા અમુક ઇસમો પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે છે. જે બાતમી આધારે રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો હાજર મળી આવેલ. તેઓ વિરૂધ્ધ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
આરોપીઓ:-
1) નીતેષભાઇ રમેશભાઇ ચૌહાણ ઉ.વ ૨૫ રહે.પ્લોટ વિસ્તાર, રાણપરડા તા.પાલીતાણા જી.ભાવનગર
2) હસમુખભાઇ લીંબાભાઇ ચૌહાણ ઉ.વ ૩૦ રહે.રાણપરડા તા.પાલીતાણા જી.ભાવનગર
3) નિલેષભાઇ રવજીભાઇ મકવાણા ઉ.વ.૪૫ રહે.પ્લોટ વિસ્તાર, રાણપરડા તા.પાલીતાણા જી.ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલઃ-ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/-,રોકડ રૂ.૧૨,૬૦૦/- મળી કુલ કિં.રૂ.૧૨,૬૦૦/-નો મુદ્દામાલ
આ સમગ્ર કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી પી.ડી.ઝાલા તથા એલ.સી.બી. સ્ટાફના જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ દિલુભા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઇ ચાવડા જોડાયા હતા