અસામાજિક અને લુખ્ખા તત્વો સામે પરિણામ લક્ષી કામગીરી માટે સરકારને તાકીદ કરવામાં આવી
રાજકોટ :: સુરતમાં અસામાજિક તત્વોના બ્લેકમેઈલિંગનો ભોગ બની આત્મહત્યા કરવા માટે મજબૂર થનાર નિર્દોષ પાટીદાર દીકરીને યોગ્ય ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આજરોજ આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા રાજકોટ કલેકટર ના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં રાજ્ય સરકાર દ્વારા સુરતના કેસમાં કડક કામગીરી કરવા ઉપરાંત સમગ્ર રાજ્યમાં અસામાજિક અને લુખ્ખા તત્વો જે રોમિયોગીરી કરી અને નિર્દોષ દીકરીઓને ફસાવતા હોય છે અને ત્યારબાદ તેનું શારીરિક અને આર્થિક શોષણ કરતા હોય છે ત્યારે આવા તત્વોને આઇડેન્ટીફાય કરી તેઓની સામે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે
આ તકે આંતરરાષ્ટ્રીય કૂર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોય તેમ અસામાજિક તત્વોએ માથું ઉચક્યું છે અને પોતાની તાકાત નો ભય બતાવી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને નિશાન બનાવી રહ્યા છે કાળા કાચ વાળી ગાડીઓમાં બેફામ ફરતા નબીરાઓ ને કાયદાનો ભયનો હોય તેમ આ પ્રકારના ગુનાઓને અંજામ આપે છે ત્યારે તંત્ર દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી આવા તત્વો પર લગામ કસવાની જરૂર છે.
આજના આવેદનમાં આંતરરાષ્ટ્રીય કૂર્મી સેનાના મહામંત્રી ચિરાગ કાકડીયા, વિજયભાઈ શિયાણી, નરેન્દ્ર પટેલ, નિલેશભાઈ વાછાણી હરેશભાઈ બુસા, કેતન તાળા, ચિરાગ રીબડીયા, સુરેશભાઇ પાટિલ,રમેશભાઈ સોરઠીયા મયુરભાઈ સાવલિયા, દીપકભાઈ પટેલ, ચંદ્રેશભાઇ સવસાણી સંજયભાઈ ખીરસરીયા, કિશનભાઇ વેકરીયા,પ્રદીપભાઈ ગોકાણી સહિતના આગેવાનો જોડાયા હતા અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ પુનરાવર્તિત ન થાય તે માટે કાર્યરત થવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અપીલ કરવામાં આવી હતી.