અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે જનમન પાર્ટીએ રાષ્ટ્રીય લોકદળ પાર્ટી સાથે એકીકરણ કરતા તમામ પદાધિકારીઓ આરએલડી પાર્ટીમાં જોડાયા.
અમદાવાદ જુના સર્કિટ હોઉસ ખાતે જનમન પાર્ટીનો વિલય થતા તેનું રાષ્ટ્રીય લોક દળ સાથે એકીકરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વ. ચરણસિંહ ચૌધરીની વિચારધારાઓ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીના માર્ગદર્શન હેઠળ ચાલતી આ પાર્ટીને વધુ મજબૂત અને સંગઠિત બનાવવા આ વિલીનીકરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રીય લોક દળના નેશનલ જનરલ સેક્રેટરી ડૉ ત્રિલોક ત્યાગી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જનમન પાર્ટીના પૂર્વ અધ્યક્ષ પ્રકાશ રાજપૂતને ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરતા મહામંત્રી અરુણ તિવારી સહિત તમામ કાર્યકરોને પાર્ટીમાં આવકાર્યા હતા.
આ ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ચૌધરી ચરણ સિંહજીને ભારત રત્ન આપવા બદલ અને ઓપરેશન સિંદૂરની સફળતા માટે સરકાર અને ભારતીય સેનાનો આભાર વ્યક્ત કરતા અભિનંદન પાઠવ્યા હતા. NDA સાથે સંલગ્ન અને સહકારમાં રહી તેઓ ગુજરાતના પ્રશ્નો માટે સંગઠિત બની ઉચ્ચ કક્ષાએ સરકારને રજુઆત કરશે અને વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવશે અને પાર્ટીને ગુજરાતમાં પણ. મજબૂત બનાવશે.