અમદાવાદ, સંજીવ રાજપૂત: દેશની અગ્રણી ગણાતી બેંક ઓફ બરોડાએ તેના 118 વર્ષ પૂર્ણ કરતા અમદાવાદ રિજનલ ઓફીસ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
દેશની અગ્રસર ગણાતી એવી બેન્ક ઓફ બરોડા એ તેની કાર્યશ્રેણીના આજે 118 વર્ષ પૂર્ણ કર્યા જેની ઉજવણીને લઈ દેશ સહિત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ખાતે આવેલ રિજિનલ ઓફીસ ખાતે વહેલી સવારે રિજિનલ મેનેજર તેમજ ઝોનલ હેડ અશ્વિની કુમારની આગેવાનીમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેન્ડ સાથે ત્રિપદા સ્કૂલના બાળકો પણ જોડાયા હતા.
આ ઉપરાંત વિવિધ શહેરોની શાખાઓમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણી ની ખાસ વાત એ રહી કે કાર્યક્રમ દરમ્યાન કાર્યરત અને નિવૃત તમામ સિનિયર અને જુનિયર અધિકારીઓ એક છત નીચે ઉપસ્થિત જોવા મળ્યા હતા અને બેંક ની પ્રગતિ અને તેઓના મળેલ સહકાર અને કાર્ય બદલ અશ્વિની કુમારે આભાર વ્યક્ત કર્યો હતો.
આવનાર સમયમાં બેન્ક વધુ પ્રગતિ સાથે ગ્રાહકોને પૂર્ણ સંતોષ સાથે સફળતાનાં શિખર સર કરે તેવી તેમણે અપીલ કરી હતી અને સર્વેને અભિનંદન પાઠવ્યા હતા.