ગઈકાલે જાણીતી અભિનેત્રી અદાહ શર્મા અમદાવાદની મુલાકાતે આવી હતી. તેઓ અહીં એક પ્રાઇવેટ ઇવેન્ટમાં ભાગ લેવા માટે વિશેષ રૂપે આવી પહોંચ્યા હતા. તેમનું આગમન જાણીને તેમના ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.
અદાહ શર્માએ શહેરના અનેક ચાહકોને મળીને તેમને અભિવાદન આપ્યું અને તેમના દિલ જીતી લીધાં. તેમની સાદગી અને સૌમ્ય વર્તનને કારણે લોકો ખૂબજ પ્રભાવિત થયા.
આ પ્રવાસ દરમિયાન અદાહ શર્માની મુલાકાત શહેરના ડિજિટલ માર્કેટર અનુજ ઠાકર સાથે પણ થઈ હતી.