રિપોર્ટ : અનુજ ઠાકર.
આજે જ ફિલ્મનું નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જોવા મળે છે ગુજરાતી સિનેમાના જાણીતા ચહેરાઓ –
સુપ્રિયા પાઠક, ટિકૂ તલસાનિયા, નેત્રી ત્રિવેદી, અવની મોદી, ઉત્સવ નાયક, મોરલી પટેલ અને ભારત ઠક્કર.
પોસ્ટરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં એક નાની જીંદગીની મોટી કહાની હશે – સંવેદનાથી ભરપૂર, લાગણીઓથી લવાજમ અને સંસ્કારથી સરોબર.
ફિલ્મની ટેગલાઇન પણ દિલ સ્પર્શે છે:
“વર્ષોની રાહ પછી, ચાલને જીંદગી જીવી લઈએ… ફરી એક વાર!”
આ ફિલ્મ માત્ર મનોરંજન નહિ, પણ જીવનનાં મૂલ્યો, સંબંધોની ઊંડાણ અને જીવવાની નવી દૃષ્ટિ આપે તેવી આશા છે.
તો તઈયાર રહો, ફરી એક વાર, તમારા જીવનમાં નવી ઉર્જા લાવવા આવી રહી છે – 12મી સપ્ટેમ્બરના રોજ!