રિપોર્ટ: અનુજ ઠાકર
શ્રાવણ માસનો આરંભ થતા જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. વરસાદની રીમઝીમ સાથે જ્યારે ભગવાન શંકરની આરાધનાનો અવાજ ગુંજવા લાગે છે ત્યારે માનવમાત્રના હ્રદયમાં ભક્તિની દીપજ્યોતિ જગે છે.
શ્રાવણનો પહેલો સોમવાર ખાસ કરીને ભગવાન ભોલેનાથના ભક્તો માટે અતિ પાવન ગણાય છે. આ દિવસે શ્રદ્ધાળુઓ ઉપવાસ રાખે છે, મંદિરોમાં દૂધ અને જળ દ્વારા અભિષેક કરે છે, “ૐ નમઃ શિવાય”ના જાપ સાથે ભોલેનાથને રીઝવે છે.
આ પવિત્ર દિવસ પર આપણું એકમાત્ર લક્ષ્ય હોય છે – શિવજીનો આશીર્વાદ મેળવો અને જીવનમાં શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવી. ભોળા ભંડારી એવા શિવશંભુ સહજમાં પ્રસન્ન થનારા દેવતા છે. તેઓ ભક્તોના હ્રદયની ભાવનાને સમજતા પહેલા અવાજ સુધી પહોંચે.
આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે – ભક્તિ, શ્રદ્ધા અને ભોલેનાથના આશીર્વાદથી ભરેલો દિવસ.
આ દિવ્ય અવસરે એ જ પ્રાર્થના કરીએ કે દરેકનું જીવન શુભ, મંગળમય અને ભોળેનાથના આશીર્વાદથી પરિપૂર્ણ બને.
હર હર મહાદેવ!