રિપોર્ટ: અનુજ ઠાકર
અમદાવાદમાં “રેડ વેલ્વેટ મંડળી ગરબા”નું પ્રિ-લૉન્ચ ઇવેન્ટ ભવ્યતા અને ઉમંગ સાથે યોજાયું. આ સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન ટાઈગર ગ્રુપના પ્રકાશ પટેલ, સત્વિક ઇવેન્ટ્સના સચિન પંડ્યા, આયુષ એન્ટરપ્રાઈઝના વિશાલ શુક્લા, તેમજ હેમલ પટેલ અને કર્મા પટેલ, અને રવિ ચાટવાનીના સહયોગથી કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શોભા વધારવા માટે ખાસ મહેમાનો તરીકે જાણીતા ફિલ્મ કલાકાર મલ્હાર ઠાકર, ભાજપના નેતા પ્રશાંતભાઈ કોરટ, નિવૃત્ત ડી.વાય.એસ.પી. તરુણ બારોટ તથા અમદાવાદ ભાજપના કશ્યપ જાની ઉપસ્થિત રહ્યા. આમની હાજરીએ પણ કાર્યક્રમને યુવા પ્રેક્ષકોમાં વિશેષ લોકપ્રિયતા આપી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્કર પિયુષ પટેલ દ્વારા ઉત્સાહભેર કરવામાં આવ્યું. સંગીત, રંગ અને ગુજરાતી સંસ્કૃતિનો અનોખો મેળ આ પ્રિ-લૉન્ચ ઇવેન્ટમાં જોવા મળ્યો, જે આવનારા ગરબા સીઝન માટે શ્રેષ્ઠ શરૂઆત તરીકે ગણાશે.