પાલીતાણા ના મંદિર વાળી શેરી ખાતે આવેલ શ્રી રાધા કૃષ્ણ મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની શ્રી તળપદા કોળી જ્ઞાતિ છ, તડ પાલીતાણા દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
ત્યારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ને લઈને મંદિર ખાતે ના પુરા વિસ્તારને અલગ અલગ થીમ ઉપર સુશોભિત કરવામાં આવ્યું હતું અને પુરા વિસ્તારને ગોકુળમય બનાવવામાં આવ્યું હતું અને ગોકુળમય વાતાવરણની વચ્ચે ડીજેના તાલ સાથે રાત્રિના ૧૨-૦૦, કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈને શ્રી તળપદા કોળી જ્ઞાતિ છ, તડ પાલીતાણા દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી જેમાં જ્ઞાતિના આગેવાનો તેમજ કમિટીના સભ્યો તેમજ યુવાન મિત્રો દ્વારા પુરા વિસ્તારને ગોકુળમય વાતાવરણમાં ફેરવાયું હતું
જેમાં મંદિર પરિસર તેમજ પુરા વિસ્તારને અલગ અલગ લાઈટોથી સુશોભિત કરવામાં આવ્યો હતો તેમજ ધજા પતાકા સહિત વિવિધ ડેકોરેશન થી સુશોભિત કરાયું હતું
શ્રીકૃષ્ણ જન્મત્સવ પહેલા જ્ઞાતિના લોકોએ સમૈયા માં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં શ્રીકૃષ્ણ જન્મ સમયે પહેલી આરતી, પારણું ઝુલાવું, ભગવાનને ફુલહાર પહેરવા, ભગવાનને પાઘ પહેરાવી,
તેમજ જન્મ સમયે પ્રસાદી રૂપે પંજરી વેચવા જેવા વિવિધ સામૈયાંઓ બોલવામાં આવ્યા હતા જેમાં ભાઈઓ તથા બહેનોએ હર્ષ ઉલ્લાસ થી સામૈયા ની ઉછામણીમાં ભાગ લીધો હતો
શ્રી તળપદા કોળી જ્ઞાતિ છ,તડ પાલીતાણા રાધાકૃષ્ણ મંદિર ખાતે નંદ ઘરે આનંદ ભયો ના નાદ સાથે રાત્રિના ૧૨: ૦૦ કલાકે બાળ ગોપાલ શ્રીકૃષ્ણ જન્મ ઉત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો ડીજેના તાલ સાથે વડીલો, માતાઓ , બહેનો, તેમજ જ્ઞાતિના યુવાન મિત્રો,
કૃષ્ણ ભક્તિમાં રંગાયા હતા અને લોકોએ ભગવાનના દર્શન કરી ધન્યતા નો લાભ લીધો હતો શાંતિપૂર્ણ માહોલ અને રંગે ચંગે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયા બદલ જ્ઞાતિના આગેવાન રમેશભાઈ બારૈયા અને જ્ઞાતિના પ્રમુખ રમેશભાઈ વાળા દ્વારા જ્ઞાતિજનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતો