શહેરમાં સાહિત્યપ્રેમીઓ માટે એક અનોખો આનંદ પળો લઈને આવ્યું કલાસ્મૃતિ મોન્સૂન ફેસ્ટિવલ – ૨૦૨૫. કલાસ્મૃતિ ફાઉન્ડેશન અને ટાફ ગ્રૂપના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાહિત્ય, સંવાદ અને સર્જનાત્મકતાનો સુંદર સંગમ જોવા મળ્યો.
કાર્યક્રમની વિશેષ ઝલક રહી લેખક રામ મોરી અને પત્રકાર તુષાર દવે વચ્ચેનો આત્મીય સંવાદ. “હૃદયમાં રામ, કલમમાં કૃષ્ણ” વિષય પર થયેલ આ ચર્ચાએ શ્રોતાઓને વિચારપ્રેરક અનુભવ આપ્યો. સાહિત્યપ્રેમીઓએ આ સંવાદને ખુબ જ ઉત્સાહપૂર્વક માણ્યો.
કાર્યક્રમની એક ખાસ પળ એ રહી કે પ્રતિભાશાળી ડિજિટલ માર્કેટર અનુજ ઠાકરને શુભેચ્છા ભેટથી સન્માનિત કરવામાં આવ્યા. આ ભેટ લેખક રામ મોરી અને પત્રકાર તુષાર દવેના હસ્તે આપવામાં આવતા કાર્યક્રમની ગૌરવવંતી ક્ષણ બની રહી.
આયોજનને સફળ બનાવવા માટે ટાફ ગ્રૂપના એડમિન તન્મય ભાઈના યોગદાનને ખાસ કદર કરવામાં આવી. સાથે જ કલાસ્મૃતિ ફાઉન્ડેશન અને પત્રકાર તુષાર દવેના પ્રયાસોને સૌએ અભિનંદન પાઠવ્યા.
મોન્સૂનના સરસ મોસમમાં સાહિત્યિક ચર્ચા, સર્જનાત્મકતા અને સન્માન સાથેનો આ કાર્યક્રમ સાહિત્યપ્રેમીઓ માટે અવિસ્મરણીય બની રહ્યો.