રિપોર્ટ: અનુજ ઠાકર
તાજેતરમાં THE BOLLYWOOD HuB દ્વારા અને ટાફ મેનેજમેન્ટના તન્મય શેઠના આયોજન હેઠળ ફિલ્મ ‘એક ચતુર નાર’ નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું.
આ ફિલ્મ મૂળભૂત રીતે ઇચ્છાધારી નાગિન, બ્લેકમેલ અને રાજકારણની કાળી દુનિયાને કેન્દ્રમાં રાખે છે. કથા લખનઉ શહેરની ગલીઓમાં ભળે છે, જ્યાં ગંદી નાળાની બાજુએ જીવતી એક સ્ત્રીને (મમતા – દિવ્યા ખોસલા કુમાર) એક વેપારીના મોબાઇલમાં સંજોગવશાત એક વિડિયો મળી જાય છે. આ વિડિયોમાં છુપાયેલું રહસ્ય અને રાજકીય સોદાબાજીનું પુરાવું તેને બ્લેકમેલ તરફ દોરી જાય છે.
ફિલ્મમાં ચાયા કદમ નશામાં ચૂર દાદી તરીકે મઝા ચાખાવે છે, જ્યારે જાકીર હુસેન રાજકીય ડીલમેકર તરીકે, સુશાંત સિંહ ભ્રષ્ટ પોલીસ તરીકે અને યશપાલ શર્મા સ્થાનિક સાહૂકારના રોલમાં નજરે પડે છે. આ બધા પાત્રો સાથેની ટક્કર જ કથાને આગળ ધપાવે છે.
નીલ નિતિન મુકેશ ફિલ્મના મુખ્ય વિલન તરીકે દેખાય છે, જેને કિસાન યોજના હેઠળ ભ્રષ્ટાચાર કરતા બતાવવામાં આવ્યો છે. તેનું ગુપ્ત ફોન મમતા સુધી પહોંચે છે, અને એ જમાંથી આખી કથા જન્મે છે. મમતા પોતાના બુદ્ધિપ્રયોગથી દરેક પગલે તેને અને ભ્રષ્ટ પોલીસને હરાવતી રહે છે.
ફિલ્મની સૌથી મોટી ખાસિયત એ છે કે દિવ્યા ખોસલાનો અભિનય – તેઓ દરેક દ્રશ્યમાં પ્રેક્ષકોને તાળીઓ પાડવા મજબૂર કરે છે. તેમ છતાં ફિલ્મનું લંબાણ (કુલ 135 મિનિટ) વારંવાર થાક લાવે છે. ‘ઇચ્છાધારી નાગિન’ જેવા મઝેદાર સંકેતો શરૂઆતમાં મનોરંજન આપે છે, પણ અંત સુધીમાં થોડુંક ખેંચાયેલા લાગે છે.
સમિક્ષક તરીકે જોવામાં આવે તો ફિલ્મમાં રહેલું મજબૂત આઇડિયા ઘણું બધું આપી શકે તેમ હતું. પરંતુ વાર્તાની ગતિ ક્યારેક ઢીલું પડે છે. કેટલાક પાત્રોની બેકસ્ટોરીને ખેંચવાની જરૂર નહોતી, કારણ કે માત્ર એક સામાન્ય સ્ત્રીનું બુદ્ધિથી ભ્રષ્ટોને હરાવવું જ પૂરતું તાકાતવર સંદેશ આપી શકે.
અંતમાં ફોન સાથે શું બને છે તે ફિલ્મને એક ચોટદાર ટ્વિસ્ટ આપે છે. કાશ, આ વાર્તા થોડું વધુ કસેલી રીતે કહાઈ હોત તો ફિલ્મ યાદગાર બની હોત. તેમ છતાં, ચાયા કદમ અને દિિયા ખોસલાનો અભિનય પ્રેક્ષકોને મનોરંજન આપે છે.
હાલમાં સિનેમાઘરોમાં રિલીઝ પછી, થોડા અઠવાડિયામાં આ ફિલ્મ Netflix પર પણ ઉપલબ્ધ થશે. જો તમારે રાજકીય ચટપટી કથાઓ, બ્લેકમેલ અને ‘નાગિન ડાન્સ’ જેવા મઝેદાર મોમેન્ટ્સ જોવા હોય તો ‘એક ચતુર નાર’ ચોક્કસ એક વાર જોવી જેવી છે.