પ્રખ્યાત બોલિવૂડ હાસ્ય કલાકાર રાજપાલ યાદવ તાજેતરમાં અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓ અહીં એક ખાનગી ઇવેન્ટમાં હાજરી આપવા પધાર્યા હતા.
આ પ્રસંગ દરમિયાન શહેરના જાણીતા ડિજિટલ માર્કેટર અનુજ ઠાકર સાથે તેમની ખાસ મુલાકાત થઈ. બંને વચ્ચે મૈત્રીપૂર્ણ વાતચીત થઈ અને અનુજ ઠાકરે તેમને અમદાવાદના ડિજિટલ ક્ષેત્રમાં થતા નવા પ્રયોગોની જાણકારી આપી.
રાજપાલ યાદવએ અમદાવાદના લોકોથી મળતી આત્મીયતા અને આતિથ્યને ખૂબ વખાણ્યા. તેમણે જણાવ્યું કે ગુજરાત ની મહેમાનનવાજી હંમેશા અવલ નંબર ની હોય છે.