આજરોજ તારીખ 17 સપ્ટેમ્બર 2025, બુધવાર. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર,મહુવાના પ્રાંગણમાં ભારતના યશસ્વી તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અત્યંત ભવ્ય રીતે આયોજન કરવામાં આવેલું
જેમાં વહેલી સવારે માનનીય વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે તેમનું નિરામય સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય જળવાઈ રહે તથા એકાદશી નિમિત્તે સર્વના શુભકામના સંકલ્પ સિદ્ધિ અને આ યોગ કેમ્પ સફળ થાય તે નિમિત્તે મહાપૂજા નું આયોજન મંદિરના સંત મહંતો દ્વારા કરવામાં આવેલું અને ત્યારબાદ
મેદસ્વીતા મુક્ત ગુજરાત
ના સ્વાસ્થ્ય તથા યોગ માટેનો એક મહિનાના કોર્સ માટેના આ કેમ્પનો શુભારંભ કરવામાં આવેલ જેમાં વિશિષ્ટ હાજરી મહુવા તાલુકાના ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી કોઠારી સ્વામી, તથા પદાધિકારીઓ ,ભાવનગર જિલ્લામાં કોડિનેટર વિશાલભાઈ ડાભીના માર્ગદર્શન મુજબ મહુવા તાલુકાના યોગ કોચ હરિભાઈ બારૈયા તથા યોગ ટ્રેનર ડૉ.અર્પણભાઈ હરિયાણી અને યોગ ટ્રેનરો તથા મહુવાના નાગરિકોની ઉપસ્થિતિ રહેલી , સમગ્ર કેમ્પનો લાભ લેવા માટે મહુવા શહેર તથા ગ્રામ્યના નગરજનોને ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.