સ્વામી વિવેકાનંદ કૉલેજ પાલિતાણા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 માં જન્મદિવસને અલગ રીતે મનાવવામાં આવ્યો હતો.
જેમાં કૉલેજના 480 વિદ્યાર્થીઓ એ મોદી સાહેબના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવાની ઈચ્છાને માન આપી સ્વચ્છ ગામ સ્વસ્થ સમાજ માટે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન ત્રિવેદી અને દીપકભાઈ ત્રિવેદીના ઉત્તમ વિચારને અનુસરીને આચાર્ય ભાવેશભાઈ કળોતરા અને વિજયભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અધ્યાપકોના સહયોગ તેમજ વિદ્યાર્થી ઓની ઉત્તમ સેવાથી પાલિતાણાના વિવિધ સ્થળો,જાહેર સ્થળો,સોસાયટી,શેરીઓ અને એવા અનેક 75 વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ખૂબ મહેનતથી અને ઉત્સાહથી વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ પણ સફાઈ કાર્ય કર્યું હતું.જેમાં 7500 કિલો અંદાજિત કચરો એકઠો કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.આ અભિયાનમાં ખાસ પાલીતાણા ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને તાલુકા ભાજપ પ્રમુખ રાજપાલસિંહ પણ હાજર રહ્યા હતા.
આ કાર્યથી નગરજનોએ ખૂબ રાજીપો વ્યક્ત કરી ખૂબ પ્રશંસા કરી હતી.આ કાર્ય જો સહુ પોતાની નૈતિક ફરજ સમજી કરે તો ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થઈને જ રહેશે.આ કાર્યક્રમ ખૂબ જ સરસ અને સફળ રહ્યો હતો
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા