રિપોર્ટ: અનુજ ઠાકર
સિટીમાં નવરાત્રીનો રંગ ચઢી રહ્યો છે. નવરાત્રીની ધમાલ શરૂ થવા પહેલા જ પ્રી-નવરાત્રી અને “રાણી બિહાઈન્ડ નવરાત્રી” જેવા ટ્રેન્ડ લોકપ્રિય થઈ રહ્યા છે. એ જ સંદર્ભે આવતી ૨૦મી સપ્ટેમ્બર, હોટેલ પાય ૩ પ્લાઝા ખાતે ફક્ત મહિલાઓ માટે ‘રોયલ રાની ગરબા’નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
આ ગરબાની અનોખી ખાસિયત એ છે કે અહીં માત્ર લેડીઝ જ ગરબે ઘૂમશે. આ અવસર પર દરેક ગરબા લવર મહિલા માટે પિંક કલરના ખાસ કોસ્ટ્યુમ્સ તૈયાર કરવામાં આવ્યા છે. મહિલાઓના રાજસિક રૂપને ઉજાગર કરતો આ કાર્યક્રમ, પરંપરા અને આધુનિકતાનું સુંદર સંગમ બનશે.
“રોયલ રાની ગરબા”માં મોડલ્સ, ઈન્ફ્લુએન્સર્સ, હોમમેકર્સ તેમજ બિઝનેસ વુમન સૌ એકસાથે પ્રિ-નવરાત્રીની ઉજવણી કરશે. સંગીત અને રમજત સાથે ડિઝાઈનર પિંક આઉટફિટ્સ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડિંગ બનશે.
આ રીતે, આ અનોખા “લેડીઝ ઓનલી” ગરબા દ્વારા મહિલાઓને પોતાના અંદરના ઉત્સવપ્રેમી અને રાજસી અંદાજને ઉજવવાની ખાસ તક મળશે.