નમો દિવ્યાંગ ઔધોગિક સહકારી મંડળી લિમિટેડની પ્રથમ સાધારણ સભા સફળતાપૂર્વક યોજાઈ
સુરત : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “આત્મનિર્ભર ભારત”નાં વિઝનને સાકાર કરવા માટે સુરતનાં દિવ્યાંગોએ મહત્વનું પગલું ભરી નમો દિવ્યાંગ ઔધોગિક સહકારી મંડળી લિમિટેડ ની પ્રથમ સાધારણ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભામાં મુખ્ય અતિથી તરીકે સુરત જિલ્લા રજીસ્ટ્રાર શ્રી હરેશભાઈ કાછડ સાહેબ, સુરત જિલ્લા સંઘના સીઈઓ શ્રી ભાવેશભાઈ પટેલ સાહેબ તેમજ સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વસન કેન્દ્રના રિટાયર્ડ શિક્ષક શ્રી માવજીભાઈ લાઠીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
મંડળીના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ રૂપારેલિયા એ મહેમાનોનું સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ સચિવ શ્રી ઉમેશભાઈ સવાણી એ ઠરાવ પ્રસાર કર્યો હતો જ્યારે ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ ખુટે એ આભાર પ્રવચન દ્વારા કાર્યક્રમનો સમાપન કર્યો હતો.
કાર્યક્રમના સફળ આયોજન માટે મંડળીના પ્રયોજકો શ્રી મનીષભાઈ ભરોડીયા, શ્રી ભરતભાઈ મોણપરા, શ્રી રાકેશભાઈ ગજેરા, શ્રી મયુરભાઈ બોખા, શ્રી રાકેશભાઈ રોય, શ્રી વિનોદભાઈ સાનેપરા, શ્રી ભાવનાબેન વાઘાણી તથા શ્રી હેમલતાબેન મારૂંની અવિરત મહેનત નોંધપાત્ર રહી હતી.
બારડોલીના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ વ્યક્તિગત સંજોગોને કારણે હાજર રહી શક્યા ન હતા, પરંતુ તેમણે મંડળીના પ્રયત્નોની પ્રશંસા કરતાં હાર્દિક શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.
આ સભા દ્વારા સુરતનાં દિવ્યાંગોએ સમાજમાં પોતાના આત્મવિશ્વાસ અને સંગઠિત શક્તિનો પરિચય આપ્યો હતો.