સ્વામી વિવેકાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, પાલીતાણામાં વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઇમ વિષય પર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ડી.એચ. જાડેજા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દ્વારા થતી વિવિધ પ્રકારની સાયબર ગુનાઓ અંગે ની વિગતવાર માહિતી પૂરી પાડી હતી
ડી.એચ. જાડેજા સાહેબે સમજાવ્યું કે આજના ડિજિટલ યુગમાં વ્યક્તિએ પોતાની વ્યક્તિગત માહિતી, પાસવર્ડ, બેન્કિંગ ડેટા વગેરે બાબતોમાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. તેમણે ફિશિંગ, હેકિંગ, ઓનલાઈન ફ્રોડ, ખોટી વેબસાઈટો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની સુરક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું
સાથે તેમણે વિદ્યાર્થીઓને સાયબર કાયદા વિશે પણ માહિતી આપી અને જણાવ્યું કે કોઈ પણ પ્રકારની સાયબર ગુનાહિત પ્રવૃત્તિ સામે તરત પોલીસને જાણ કરવી જોઈએ. સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા પોતાના પ્રશ્નો પુછ્યા અને જાડેજા સાહેબે તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા
સેમિનાર સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ આ વિષય વિશે મહત્ત્વપૂર્ણ જ્ઞાન મેળવ્યું કોલેજના પ્રિન્સિપાલ તથા પ્રોફેસર મંડળે ડી.એચ.જાડેજા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા