વારંવાર ઊઠતી ફરિયાદ ને લીધે દિન -૩ માં સ્થળે નિયમ મુજબ ભાવપત્રક લગાડવા હુકમ કરાયો….
ભાવપત્રક સહિત નિયમ પાલન નહીં થાય તો કોન્ટ્રાક્ટ રદ્દ કરવાની નોટિસ અપાઈ…..!!!
હેતુ પે- પાર્કિંગ ના સંચાલક માથાભારે
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા યાત્રિકો માટે પે – પાર્કિંગ ની સુવિધા ઉભી કરાઈ છે જેનું સંચાલન ટેન્ડર હસ્તક ભાડે લઈ સંચાલનકર્તા ઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે .
જેમાં સ્થળે ભાવપત્રક સહિત નિયત સમય ગાળા મુજબ પાર્કિંગ ના ચાર્જ વાહન મૂકનારે ચૂકવવાના હોય છે જેની સામે આ પાર્કિંગ સંચાલકો દ્વારા પાવતી માં સમય નહીં લખી મનમરજી મુજબ ભાવ લેતા હોવાની રાવ ઉઠવા પામી હતી.
બહારગામ થી આવતા યાત્રિકો પાસે થી વાહન મુકયા ના સમય કરતા વધુ સમય નો ચાર્જ વસૂલી ગેરવર્તણૂક કરતા આ પાર્કિંગ ના સંચાલકો ની મનમાની એટલી હદે કે કોઈ યાત્રિક ફરિયાદ કરવાનું કહે તો પણ તેને ફરિયાદ જ્યાં કરવી હોય ત્યાં કરજો ની છૂટ છે તેમ કહી પૈસા વસુલતા હતા જેને લીધે યાત્રિકો ને કડવો અનુભવ થતા યાત્રાધામ ની ગરિમા ને લાંછન લગાડવા રૂપ કામગીરી કરાતા આ પાર્કિંગ સંચાલકો બાબતે યાત્રિક દ્વારા મીડિયા કર્મી ને પાવતી સહિત ની વાત કરતા મીડિયા માં પણ તે પાવતી અને મુદ્દો વાઈરલ થયા હતા તેમ છતાં પણ આ સંચાલકો નહીં સુધરતા છેવટે સરપંચ શ્રી દ્વારા સ્થળ પર લાઇવ નિરીક્ષણ કરતા પાર્કિંગ સ્થળે નિયમ મુજબ ના કોઈ ભાવ પત્રક નહીં જોવા મળતા તાત્કાલિક ધોરણે પાર્કિંગ સંચાલકો ને એક તક સાથે 3 દિવસ માં પાર્કિંગ ના ટેન્ડર ની શરતો નું પાલન કરવા તેમજ ભાવ પત્રક લગાડવા હુકમ કરાયો હતો.તેમ છતાં જો હુકમ ની અવગણના કરાશે તો શરત મુજબ ટેન્ડર રદ્દ કરવાની ચીમકી પણ સરપંચ શ્રી દ્વારા અપાઈ છે.
ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરાયેલ સમય ગાળા મુજબ ના ચાર્જ અને નિયમો….
અંબાજી ગ્રામ પંચાયત દ્વારા વાહન ના પ્રકાર અને સમયગાળા પ્રમાણે નીચે મુજબ ચાર્જ નક્કી કરાયો છે.
વાહન પ્રકાર ભાવ
ટુ – વ્હીલર રૂ.૨૦/- ( બે કલાક માટે)
થ્રી / ફોર વ્હીલર રૂ.૫૦/- ( બે કલાક માટે)
ફોર વ્હીલ થી વધુ રૂ.૧૦૦/-( બે કલાક માટે)
ઉપરોક્ત ભાવ દરેક વાહન પ્રકાર માટે ૨ કલાક ના નક્કી કરાયેલ છે તે ઉપરાંત ના સમય માટે રૂ.૨૫/- પ્રતિ કલાકે ચાર્જ માં વધારો નક્કી કરાયેલ છે જેની સામે આ સંચાલકો દ્વારા જો કોઈ વાહન ચાલક ફક્ત ૧ કલાક પણ પોતાનું વાહન ઉભુ રાખે તો પણ રૂ.૧૦૦/-કે તેથી વધુ ની પાવતી આપી પૈસા વસુલતા હતા.જે બાબતે રાવ ઉઠવા પામી હતી.આ ઉપરાંત નક્કી કરાયેલ નિયમો માં પાર્કિંગ સ્થળે સંચાલક દ્વારા સ્વખર્ચે ૪x૨ નું ભાવ પત્રક નું બોર્ડ લગાવવાનું રહે છે ,તેમજ પાર્કિંગ સ્થળે સી.સી.ટી.વી.કેમેરા લગાવવા સહિત ના નિયમો પાલન કરવાના હોય છે જે આ સંચાલકો દ્વારા નહીં કરાતા આજરોજ નોટિસ પાઠવવા માં આવેલ છે જેમાં દિવસ ૩ માં આ નિયમો નું પાલન નહીં કરાયા તો ટેન્ડર રદ્દ કરવાની લેખિત માં નોંધ કરેલ છે .ત્યારે બે વખત નોટિસ મળ્યા બાદ હવે શું પાર્કિંગ સંચાલકો સુધારશે કે પછી એમની લાલિયાવાડી ચાલુ રાખશે તે જોવું રહ્યું…..
રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી