ગબ્બર ખાતે દૈનિક ધોરણે રોપ વે મારફત તથા પગથિયાં ચડીને યાત્રિકો દર્શન માટે પધારે છે. તા.૧૪/૧૦/૨૦૨૫ ને મંગળવારે ગબ્બર પર્વત ઉપર જીયોલોજિકલ મેટિંગ અને જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટીગેશનની કામગીરી કરવામાં આવનાર છે. ગબ્બર પર્વત ઉપર પથ્થરનો ગુણધર્મ ચકાસણી માટે સર્વે કામગીરી કરવામાં આવનાર છે.
જો યાત્રિકો અને રોપ વે ની અવર – જવર ચાલુ હોય તો આ કામગીરીમાં ખલેલ પહોંચે તેમ છે, જેથી તા.૧૪/૧૦/૨૦૨૫ ને મંગળવારના સવારે ૧૧.૦૦ વાગ્યા થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી ગબ્બર ખાતે દર્શન વ્યવસ્થા તથા રોપ વે સુવિધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે
બુધવાર તા.૧૫/૧૦/૨૦૨૫ ના સવારથી રાબેતા મુજબ રોપ- વે અને ગબ્બર દર્શન સુવિધા ચાલુ કરવામાં આવશે તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર પ્રહલાદ પુજારી અંબાજી