સોમનાથ, તા. 14 ઓક્ટોબર 2025:
પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન (મુંબઈ), શ્રી સોમનાથ ટ્રસ્ટ (પ્રભાસ પાટણ) અને શ્રી સોમતીર્થ સાંસ્કૃતિક મહોત્સવ–2025 ના સંયુક્ત ઉપક્રમે શ્રી સોમનાથ મંદિર પરિસર ખાતે તા. 10 થી 14 ઓક્ટોબર 2025 દરમિયાન ભવ્ય ક્લાસિકલ મ્યુઝિક એન્ડ ડાન્સ ફીએસ્ટા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પાંચ દિવસીય મહોત્સવમાં દેશભરના ખ્યાતનામ કલાકારોએ ભારતની શાસ્ત્રીય કલાઓના વિવિધ સ્વરૂપો રજૂ કર્યા. ડૉ. ટીના તામ્બે, ગુરુ રાગિણી ચોક્ષી, ડૉ. માનસી સક્સેના, સૌરવ અને ગૌરવ મિશ્રા, ડૉ. સુમન બડામી તથા કોંજનબમ મોનિકા દેવી જેવા કલાકારોએ કથક, ભરતનાટ્યમ, કુચિપુડી, ઓડિસી, મણિપુરી અને વોકલ પ્રસ્તુતિઓ આપી હતી.
કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી પરમાર સાહેબ સોમનાથ ટ્રસ્ટી અને શ્રી સુકાંતકુમાર સેનાપતિ (કુલપતિ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને વિશેષ સહયોગ વિજય સિંહ ચાવડા સાહેબ (જનરલ મેનેજર, સોમનાથ ટ્રસ્ટ) , સુરભાજાડેજા(સંસ્કાર ભારતી અધ્યક્ષ, સોમનાથ ટ્રસ્ટ) હેતલબેન ચાંડેગરા (સંસ્કાર ભારતી કોષાધ્યક્ષ અને ગુજરાત એમ્પોરિયમ) દ્વારા પ્રાપ્ત થયો હતો
આ સમગ્ર મહોત્સવનું સંકલન ગુરુ વિજય શંકર (કલાકૃતિ સમીક્ષક અને સંચાલક) દ્વારા કરવામાં આવ્યું હતું અને આયોજનમાં એમ. કે. પટેલ તથા જિગ્નેશ બલદેવભાઈ પટેલ (વિઝ્યુઅલ આર્ટ્સ એક્સપર્ટ, ગીર સોમનાથ) સાથે સંસ્કાર ભારતી, રણપ્રિયા સંસ્થાન (પાટડી–વેરાવળ) આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ના શિક્ષકોનો અને સૂર સમીપ કલ્ચરલ ફોરમ નો સહયોગ રહ્યો હતો.