રિપોર્ટર: અનુજ ઠાકર.
અમદાવાદના રહેવાસી રાહુલ ચોપરા એ આજના યુગમાં આર્ટિસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. તાજેતરમાં તેઓ પ્રતિષ્ઠિત 70મા ફિલ્મફેર એવોર્ડ્સ સાથે સંકળાયેલા રહ્યા હતા, જ્યાં તેમણે આ ભવ્ય ઇવેન્ટના પ્રમોશન, બેકસ્ટેજ મેનેજમેન્ટ અને આર્ટિસ્ટ હેન્ડલિંગ જેવા મહત્વપૂર્ણ કાર્યો સંભાળ્યા હતા.
રાહુલએ ફિલ્મફેર જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટમાં અનેક જાણીતા બોલીવુડ સેલિબ્રિટીઓ સાથે કામ કર્યું અને તેમની જરૂરિયાતો, સમયસૂચિ તેમજ પ્રદર્શનની વ્યવસ્થા સુનિશ્ચિત કરી. તેમના કાર્યદક્ષતા અને વ્યવસાયિક અભિગમને કારણે ઇવેન્ટની સફળતામાં તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
રાહુલ ચોપરાનો હંમેશા એવો દ્રઢ વિશ્વાસ રહ્યો છે કે “દરેક કલાકારને યોગ્ય મેનેજમેન્ટ અને સપોર્ટ મળે, તો તે પોતાના પ્રતિભાનો શ્રેષ્ઠ દેખાવ આપી શકે.” તેમની આ વિચારધારા અને મહેનતને કારણે તેઓ અમદાવાદના યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ગયા છે.
આર્ટિસ્ટ મેનેજમેન્ટ, ઇવેન્ટ કોઓર્ડિનેશન, અને સેલિબ્રિટી હેન્ડલિંગ જેવા ક્ષેત્રોમાં રાહુલ ચોપરાનું કાર્ય આગામી સમયમાં પણ બોલીવુડ તેમજ ગુજરાતની ઇવેન્ટ ઈન્ડસ્ટ્રીમાં નવા માપદંડો સ્થાપિત કરશે એવી આશા છે.