મહિલાને પોતાના સોનાના દાગીના પરત કરાવ્યા
પાલીતાણા રેલ્વે સ્ટેશન ખાતે એક મહિલા પેસેન્જર ભાવનગર થી પાલીતાણા આવતી વખતે રસ્તામાંથી પર્સમાંથી એક સોનાના દાગીના ની ચોરી થઈ હતી જે સંદર્ભમાં મહિલાના પરિવારજનો દ્વારા પાલીતાણા શહેર ભાજપ પ્રમુખ ભરતભાઈ માંડલિયા તેમજ પૂર્વ પ્રમુખ અશોકભાઈ નૈનાણી નો સંપર્ક મહિલા પેસેન્જર અને તેના સંબંધી દ્વારા કરવામાં આવ્યો હતો

જેના અનુસંધાનમાં બંને આગેવાનોએ ભારત સરકાર રેલવે સલાહકાર સમિતિના સભ્ય તરીકે રેલવે સ્ટાફને તેમજ રેલવે પોલીસ ને સંબંધિત સૂચનો કરતા તાત્કાલિક ધોરણે કામગીરી માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમજ આ કામગીરી દરમિયાન બંને આગેવાનો દ્વારા ભાવનગર લોકસભાના સાંસદ શ્રી મતી નિમુબેન બાંભણિયા ના પીએ પ્રકાશભાઈ નો સંપર્ક કરતા તેમને પણ રેલવે પોલીસને તેમજ સ્ટાફને જરૂરી સૂચના આપી હતી


જે અંતર્ગત તે દિવસ રાત્રે જ સ્ટાફ તેમજ રેલવે પોલીસની ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી રહી હતી અને તે સોનાનો દાગીનો મેળવવામાં સફળતા મળી હતી. ભરતભાઈ માંડલિયા તેમજ અશોકભાઈ નૈનાણીએ બંને સ્ટાફ તેમજ રેલવે પોલીસનો વ્યક્તિગત આભાર માન્યો અને અભિનંદન પાઠવ્યા હતા તેમજ પેસેન્જરે હર્ષની લાગણી સાથે આ બંને આગેવાનો તેમજ તમામ સ્ટાફનો આભાર માન્યો હતો
અહેવાલ વિશાલ જાદવ પાલીતાણા
















