રિપોર્ટ અનુજ ઠાકર.
સોમવારની સાંજે કલા સ્મૃતિ ખાતે જાણીતા પત્રકાર અને લેખક તુષાર દવેના નવા પુસ્તક “હમ્બો હમ્બો પ્રિ-લોડેડ”નું ભવ્ય ટાફ ગ્રુપના સહયોગથી વિમોચન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જય વસાવડા અને સૌમ્ય જોશી ખાસ ઉપસ્થિત રહ્યા. સૌમ્ય જોશીએ પુસ્તકની પ્રસ્તાવના સ્વરોચ્ચારે વાંચી સંભળાવી હતી, જે શ્રોતાઓને ખૂબ ભાવથી સાંભળી હતી.
જય વસાવડાએ પોતાની આગવી માર્મિક શૈલીમાં સંબોધન કરતા હાજર લોકો ખૂબ પ્રભાવિત થયાં હતાં. પુસ્તકના લેખક તુષાર દવે એ પોતાની અંગત અનુભવોને હાસ્યભર્યા અંદાજમાં રજૂ કર્યા, જેને શ્રોતાઓએ દિલખોલીને માણ્યા.
આ પ્રસંગની વિશેષતા એ રહી કે, સફળ અને વિશ્વ પ્રસિદ્ધ, ૧૦૦ કરોડથી પણ વધારે બોક્સ ઓફિસ કલેક્શન કરનાર ગુજરાતી ફિલ્મ લાલો – કૃષ્ણ સદા સહાયતે’ ની આખી ટીમ કાર્યક્રમમાં હાજર રહી હતી. તેઓનો ઓડિયન્સ સાથેની રસપ્રદ ચર્ચા યોજાઈ હતી. દર્શકોએ કલાકારોને ખૂબ બધા આશીર્વાદ આપ્યા હતાં. કલાકારો રિવા રાચ્છ, કરણ જોષી, શ્રુહદ ગોસ્વામી, ડિરેક્ટર અંકિત સખીયા સહિત નિર્માતા સહિતની ટીમ સાથે સૌજન્યપૂર્વક વાતચીત કરી અને ફોટોગ્રાફ્સ પડાવ્યા હતાં. સમારોહમાં વિશેષ ઉપસ્થિતિ તરીકે અશોક દવે પણ હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમના અંતે ટાફ ગ્રુપના સહયોગથી અલ્પાહારની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી. આ આયોજનમાં દર્શન દાસાણી (ટી-પોસ્ટ), કેયુર ચોટાઈ (તલોદ) અને રાજમોહન મોદી ( રસના ) એ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. ટાફ ગ્રુપની સમગ્ર ટીમે સુવ્યવસ્થિત આયોજન અને મહેમાનોને સહજ અનુભવ મળે તે માટે અનન્ય કામગીરી કરીને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરી બતાવ્યો.
















