સુરેન્દ્રનગર એસ.પી સહિત ની ટીમે સાયલા પોલીસ ટીમે ગેરકાયદેસર ડીઝલ તથા કેમીકલ ચોરીનુ રેકેટ ચલાવનાર મુખ્ય સુત્રધારને પકડી પાડ્યો

આરોપી વિરુદ્ધ અલગ અલગ 8 ગુન્હાઓ સુરેન્દ્રનગર તથા સાયલા પોલીસ સ્ટેશનમા દાખલ હતા

આરોપીને સાયલા નેશનલ હાઇવે ની રવીરાજ હોટલેથી પકડી પાડ્યો

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા જીલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત રીતે બની રહે તે હેતુસર નેશનલ હાઇવે પર થતા ગેરકાયદેસર ડીઝલ , કેમીકલ , સળીયા, ગેસ ચોરી જેવા ગુન્હાઓ ને ડામવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે નાયબ પોલીસ અધિક્ષક લીંબડી વી.એમ રબારી ની સૂચનાથી સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ને ડામવા તથા આવા ઈસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહીની સુચના અનુસંધાને જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની આગેવાની હેઠળ નાયબ પોલીસ અધિક્ષક લીંબડી વી.એમ રબારી , સાયલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી ચુડાસમા સહિત સ્ટાફ દ્વારા સાયલા નેશનલ હાઇવે રોડ પર ગેરકાયદેસર ડીઝલ તથા કેમીકલ ચોરીનુ રેકેટ ચલાવનાર મુખ્ય સુત્રધાર રવિરાજભાઈ ભુપતભાઈ પટગીર જાતે કાઠી દરબારને રવિરાજ હોટલ ખાતેથી ઈંગ્લીશ દારુ ઓફસ્મીથ ઈન્ટરનેશનલ બ્લેન્ડ વિસ્કી ફોર સેલ ઈન મહારાષ્ટ્ર લખેલા ચપલા સાથે પકડી પાડયો હતો આરોપી વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીનેશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટ્રેશન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આરોપી વિરુદ્ધ અગાઉ પણ સુરેન્દ્રનગર સીટી પોલીસ એ અને બી મથકોમાં કુલ 4 અલગ અલગ ગુન્હા તથા સાયલા પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન, આર્મ એકટ સહિત અલગ અલગ 4 ગુન્હાઓ નોંધાઈ ચુક્યા છે આમ આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં 8 જેટલા ગુન્હાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે
બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા સુરેન્દ્રનગર
















