સંપૂર્ણ તપાસ અને સલાહ માટે જાહેર આમંત્રણ
ધારી, તા. ૨૬/૧૨/૨૦૨૫
આરોગ્ય સેવા અને સમાજસેવાના ક્ષેત્રે સતત સક્રિય રહેલા બજરંગ ગ્રુપ ધારી તથા પુજ્ય મુક્તાનંદજી બાપુ સ્થાપીત જય અંબે મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા શ્રી મુક્તાનંદ બાપુના આશીર્વાદથી અને હેલ્થ એઇડ ટ્રસ્ટ ના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં નીચે મુજબની વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે :
અનુભવી અને નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા સંપૂર્ણ તપાસ અને સલાહ
ડૉ. પુજા નંદાણીયા (M.D. Medicine)
ડૉ. પિયુ વરમોરા (M.S. Ophthalmology – આંખના નિષ્ણાત)
ડૉ. કેતન બોરખતરીયા (એમ.એસ સર્જન)
ડૉ. પ્રિયાંક કળથીયા (ઓર્થોપેડિક સર્જન – હાડકાંના નિષ્ણાત)
ડૉ. હર્ષ ગજેરા (BDS – દાંતના નિષ્ણાત)
વિશેષ આકર્ષણો :
અત્યાધુનિક સાધનો અને સિટી સ્કેન મશીનનો ઉપયોગ
100% ક્લાસ મોડ્યુલર ઓપરેશન થિયેટર
વિદેશી ડોક્ટર દ્વારા સ્ટાફ ટ્રેનિંગ
PM-JAY (આયુષ્માન ભારત) કાર્ડ ધારકો માટે સંપૂર્ણ સારવાર મફત
દર્દીઓની એડમિશન, રેફરલ અને જરૂરી તપાસો મફત / ઓછા ખર્ચે
કેમ્પની વિગતો :
સ્થળ: દામાણી બોયઝ સ્કૂલ, મુ. ધારી, તા. ધારી, જિ. અમરેલી
તારીખ : ૨૮/૧૨/૨૦૨૫, રવિવાર
સમય : સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી
સંપર્ક : ૬૫૬૩૫ ૩૬૫૨૨ / ૬૫૬૩૫ ૩૬૫૨૨
આ કેમ્પમાં ધારી તથા આસપાસના વિસ્તારના તમામ નાગરિકોને નિઃશુલ્ક તપાસ તથા દવા અને સલાહ મેળવવાની તક મળશે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે આ એક ઉત્તમ આરોગ્ય સેવા સાબિત થશે.
બજરંગ ગ્રુપ ધારી તથા સંપૂર્ણ ટીમ તમામ નાગરિકોને આ કેમ્પમાં ઉપસ્થિત રહેવા અને લાભ લેવા હાર્દિક આમંત્રણ આપે છે.
“શ્રેષ્ઠ સારવાર, નિર્દોષ પર્યાય”
રિપોર્ટર ટીનુભાઈ લલિયા ધારી
















