રીપોર્ટ અનુજ ઠાકર.
અમદાવાદના સિંધુ ભવન વિસ્તારમાં તાજેતરમાં એક ભવ્ય અને આનંદમય પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં નવીન રેસ્ટોરન્ટ કમ કાફે “અર્બન બિસ્રો (Garden of Global Flavours)”નું શુભપ્રારંભ સમારંભપૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે હાજર રહેલા મહેમાનો માટે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું અને દરેક માટે આ ક્ષણ યાદગાર બની રહે તેવી હતી.
અગાઉ લોકપ્રિયતા પ્રાપ્ત કરેલું “અર્બન બંજારા” હવે નવા સ્વરૂપ અને નવી ઓળખ સાથે “અર્બન બિસ્રો” તરીકે ઓળખાશે. વિશાળ અને આકર્ષક જગ્યા ધરાવતું આ સ્થળ સોશિયલ ગેધરિંગ, કોર્પોરેટ ઇવેન્ટ, જન્મદિવસની ઉજવણી તેમજ અન્ય શુભ પ્રસંગો માટે એક ઉત્તમ વિકલ્પ બની રહેશે. અહીં સુંદર ગાર્ડન એરિયા, એરકન્ડીશન્ડ વી.આઈ.પી. સિટિંગ એરિયા તથા અલગ કાફે ઝોન ઉપલબ્ધ છે, જે શાંતિપૂર્ણ અને મનોહર અનુભવ આપે છે.
અર્બન બિસ્રોનું મેનૂ ખાસ ધ્યાન ખેંચે એવું છે. કાર્ટ સ્ટાઇલ મેનૂ દ્વારા ચા, કોફી, કોલ્ડ કોફી, વિવિધ નાસ્તા, ચાઇનીઝ વાનગીઓ, પાસ્તા, મેગી, મોકટેલ્સ, સ્ટાર્ટર્સ, મેન કોર્સ અને સ્વાદિષ્ટ ડેઝર્ટ્સનો વૈશ્વિક સ્વાદ માણવા મળશે.
આ સમગ્ર કાર્યક્રમની માર્કેટિંગ અને પ્રમોશનની જવાબદારી ટાફ ગ્રુપની સોશિયલ મીડિયા ટીમ દ્વારા સંભાળવામાં આવી હતી. ટાફ ગ્રુપના એડમિન તન્મય શેઠ તથા તેમની ટીમે સમગ્ર આયોજનને ખૂબ જ સુવ્યવસ્થિત અને સફળ બનાવ્યું. કાર્યક્રમના હોસ્ટ તરીકે સૌરભ અગ્રવાલ અને કપિલ રામચંદાની હાજર રહ્યા હતા. સાથે જ ટાફ ગ્રુપના સભ્યો અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારોની વિશેષ હાજરીએ આ પ્રસંગને વધુ યાદગાર બનાવી દીધો.
















