રીપોર્ટ : અનુજ ઠાકર.
નવા વર્ષની આવકારની ઘડીઓ નજીક આવતાં અમદાવાદ શહેરમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે. આ વચ્ચે શહેરના જાણીતા Herbs on Fire Cafe ખાતે આયોજિત ‘Welcome 2026’ પ્રી ન્યૂ યર પાર્ટીએ ખાસ આકર્ષણ જગાવ્યું. શાનદાર આયોજન, ઊર્જાભર્યો વાતાવરણ અને રંગીન ઉજવણી સાથે આ ઇવેન્ટ અમદાવાદના નાઇટલાઇફમાં એક યાદગાર અધ્યાય બની.
આ ભવ્ય કાર્યક્રમ Herbs on Fire Cafeના ઓનર ઉમેશ અને Vibe Verseના ઓનર હર્ષના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો. પાર્ટીમાં ગુજરાતી ઇન્ડસ્ટ્રી, આઈટી સેક્ટર, ફેશન અને મોડેલિંગ જગત, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ તેમજ વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સની નોંધપાત્ર હાજરી રહી. સૌએ ઉત્સાહ અને ખુશી સાથે નવા વર્ષ 2026નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
રાતભર ગુંજતા લાઇવ ડીજે મ્યુઝિક, ઝગમગતી લાઇટિંગ અને ઊર્જાવાન માહોલે સમગ્ર ઇવેન્ટને વધુ યાદગાર બનાવી દીધું. મલ્ટી-કુઝિન ભોજન અને તાજગીભર્યા મોકટેલ્સે મહેમાનોના અનુભવને વિશેષ બનાવી દીધો. દરેક ઉંમરના લોકોએ સંગીત, નૃત્ય અને ઉજવણીનો મનભર આનંદ માણ્યો.
કાર્યક્રમનું સુચારુ સંચાલન દીપિકા પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ઇવેન્ટને સફળ અને સ્મરણિય બનાવવા TAFF Familyના તનમય શેઠ અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. અમદાવાદ શહેર ના ડીજીટલ માર્કેટર અનુજ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા અને શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઉપસ્થિત રહેલા પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીએ કાર્યક્રમની શોભા વધારી.
આયોજકોના જણાવ્યા મુજબ, આવા કાર્યક્રમો માત્ર મનોરંજન પૂરતા જ સીમિત નથી રહેતા, પરંતુ વિવિધ ક્ષેત્રના લોકોને એક મંચ પર લાવી પરસ્પર જોડાણ, સહકાર અને સકારાત્મક ઊર્જાને પણ પ્રોત્સાહન આપે છે.
‘Welcome 2026’ પ્રી ન્યૂ યર પાર્ટીએ અમદાવાદમાં નવા વર્ષની શરૂઆતને ભવ્ય અને યાદગાર બનાવી, તેમજ શહેરના એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માં પોતાની અલગ ઓળખ સ્થાપિત કરી.
















