ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા ૨૦૦૨નો સરેઆમ ભંગ કરતું રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર – ડો. મહેશ રાજપુત
#અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજેરોજ શહેરમાં જાહેર વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરાતું હતું.- ડો.મહેશ રાજપુત
માલવિયા ચોક સર્કલ ખાતે આવેલ રાષ્ટ્રધ્વજ ગંદી હાલત તથા જર્જરિત હોય ત્યારે તાત્કાલિક નવા રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરી નવો રાષ્ટ્રધ્વજ ફરકાવવા કરવા માંગ કરતાં ડો. મહેશ રાજપુત.
સમગ્ર ભારત દેશમાં તમામ જાહેર સ્થળોએ કેન્દ્ર સરકારમાં આવતા તમામ વિભાગો તથા કચેરીઓ, રાજ્ય સરકારમાં આવતા તમામ વિભાગો તથા કચેરીઓ, જાહેર કે ખાનગી સંસ્થાઓ કે વ્યક્તિઓ દ્વારા ભારતીય ત્રિરંગા રાષ્ટ્રધ્વજ ફરકાવતાં હોય તેવા તમામ જાહેર કે ખાનગી સ્થળોએ રાષ્ટ્રધ્વજ બદલવા ડો.મહેશ રાજપુતની માંગ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના કાર્યકારી પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી મહેશભાઇ રાજપુતે જણાવ્યુ છે કે ભારતીય ત્રિરંગા રાષ્ટ્રધ્વજ આપણા દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી તેને સન્માનનું સ્થાન મળવું જોઈએ. ત્રિરંગા રાષ્ટ્રધ્વજ પ્રત્યે ભારતના દરેક નાગરિક સાર્વત્રિક સ્નેહ, આદર અને વફાદારી છે. રાષ્ટ્રધ્વજના પ્રદર્શન માટે લાગુ પડતા કાયદા, પ્રથાઓ અને સંમેલનો અંગે લોકો તેમજ સરકારના સંગઠનો/એજન્સીઓમાં ઘણીવાર જાગૃતિનો અભાવ જોવા મળે છે. ‘રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ, 1971’ અને ‘ભારતનો ધ્વજ સંહિતા, 2002 જે રાષ્ટ્રધ્વજના ઉપયોગ/ઉપયોગ/પ્રદર્શનને નિયંત્રિત કરે છે, ભારતીય ધ્વજ સંહિતા, 2002 ની મુખ્ય લાક્ષણિકતાઓ આ સાથે જોડાયેલ છે.
જ્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજનું સરેઆમ અપમાન કરી બુધ્ધિનું દેવાળું ફૂંકયું છે, તેમજ ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા ૨૦૦૨નો સરેઆમ ભંગ રાજકોટ મહાનગરપાલિકાના નીંભર તંત્રએ કર્યો છે, માલવિયા ચોક સર્કલ ખાતે આવેલ રાષ્ટ્રધ્વજ ગંદી હાલત તથા જર્જરિત હોય ત્યારે તાત્કાલિક નવા રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરી નવો રાષ્ટ્રધ્વજ ફરકાવવા કરવા ડો. મહેશ રાજપુતે આજરોજ માંગ કરી છે, તેમજ વધુમાં જણાવ્યુ હતું કે અગાઉ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોજેરોજ શહેરમાં જાહેર વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજનું ધ્વજવંદન કરાતું હતું જ્યારે આજે કુંભકર્ણની જેમ ગાઢ નિદ્રાધીન રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ આટલી ચીવટ કેમ ન રાખી ? તેવો તીખો સવાલ કર્યો છે.
ડો.મહેશ રાજપુતે જણાવ્યુ કે ડિસેમ્બર ૨૦૨૧માં ખાદી સાથે પોલિએસ્ટર અને મશીન-મેઇડ ફેબ્રિકમાંથી બનેલા ધ્વજને ફરકાવવા મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી. તેમજ જુલાઈ૨૦૨૨માં સંહિતાના કલમ 2.2 (xi) માં સુધારો કરવામાં આવ્યો, જેથી રાષ્ટ્રીય ધ્વજને દિવસ-રાત ખુલ્લામાં અથવા નાગરિકના ઘર પર ફરકાવી શકાય. પ્રાથમિક માહિતી મુજબ ધ્વજનો આકાર હંમેશા લંબચોરસ હોવો જોઈએ. તેની લંબાઈ અને પહોળાઈ (ઊંચાઈ) નો ગુણોત્તર હંમેશા ૩:૨ હોવો જોઈએ. ૩૦ ડિસેમ્બર ૨૦૨૧ના સુધારા બાદ (જે ૨૦૨૨ માં અમલી રહ્યો), હાથથી કાંતેલા અને વણેલા કાપડ ઉપરાંત હવે મશીનથી બનેલા અને પોલિએસ્ટર (Polyester) ધ્વજનો ઉપયોગ કરવાની પણ છૂટ આપવામાં આવી છે. રાષ્ટ્રીય ધ્વજ કપાસ, પોલિએસ્ટર, ઊન, રેશમ અથવા ખાદીમાંથી બનાવેલો હોઈ શકે છે. ૧૯ જુલાઈ, ૨૦૨૨ ના આદેશ મુજબ, હવે જો રાષ્ટ્રીય ધ્વજ ખુલ્લામાં અથવા કોઈ નાગરિકના ઘરે પ્રદર્શિત કરવામાં આવે, તો તેને દિવસ અને રાત આમ ૨૪ કલાક ફરકાવી શકાય છે. અગાઉ, ધ્વજને ફક્ત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જ ફરકાવવાની મંજૂરી હતી
રાષ્ટ્રધ્વજ નું સન્માન અને ગરિમા:
ફાટેલો અથવા ગંદો (મેલો) થયેલો ધ્વજ પ્રદર્શિત કરવો જોઈએ નહીં. જે ભારતીય ધ્વજ સંહિતા-૨૦૦૨ના PART-1 , SECTION 2.2ના (૨.૨ જાહેર, ખાનગી સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થાના સભ્ય, ઔપચારિક અથવા અન્ય કોઈ પણ દિવસે, રાષ્ટ્રધ્વજ ફરકાવી/પ્રદર્શિત કરી શકે છે. રાષ્ટ્રધ્વજની ગરિમા અને સન્માન સાથે સુસંગત. ચેપ્ટરમાં જણાવેલ છે.) પારા નં.૧૩ {(xiii) જ્યારે ધ્વજ ક્ષતિગ્રસ્ત અથવા ગંદી સ્થિતિમાં હોય, ત્યારે તેને ખાનગીમાં સંપૂર્ણ રીતે નાશ કરવો જોઈએ, પ્રાધાન્યમાં બાળીને અથવા ધ્વજની ગરિમાને અનુરૂપ અન્ય કોઈપણ પદ્ધતિ દ્વારા.}માં સ્પષ્ટ જણાવેલ છે. તેમજ PART-3 , SECTION 5 – MISUSE (દુરુપયોગ) માં 3.25માં જણાવ્યુ છે.
· ધ્વજ ક્યારેય ઉંધો (કેસરી પટ્ટો નીચે આવે તેમ) ન ફરકાવવો જોઈએ.
· ધ્વજ જમીન અથવા પાણીને અડવો જોઈએ નહીં.
· ધ્વજ પર કોઈ લખાણ કે શણગાર કરવો જોઈએ નહીં.
જો ધ્વજ ક્ષતિગ્રસ્ત થાય, તો તેને ખાનગીમાં સળગાવીને અથવા ધ્વજની ગરિમા જળવાય તે રીતે માનપૂર્વક તેનો નિકાલ કરવો જોઈએ.તેવું ભારતીય ધ્વજ સંહિતા (ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા) -૨૦૦૨માં જણાવ્યુ છે. આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના નીંભર તંત્રને જગાડવા તેમજ ટકોર કરવા ગયેલ કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરને રજૂઆત કરેલ.
















