અમદાવાદ, એબીએનએસ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે મકરસંક્રાંતિના પર્વે નારણપુરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રીડેવલપમેન્ટ થનાર સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના આવાસોનું ભૂમિપૂજન કર્યું હતું.
આ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
કેન્દ્રીય મંત્રીએ સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ થનાર આવાસોનું વિધિવિધાનપૂર્વક ભૂમિપૂજન કર્યું હતું અને રીડેવલપમેન્ટના લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી પ્રેરક શાહ, ડેપ્યૂટી મેયર દેવાંગ દાણી, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન એમ. થેન્નારસન, હાઉસિંગ કમિશનર એસ.બી. વસાવા સહિતના અધિકારીઓ, સૂર્યા એપાર્ટમેન્ટના રહીશો તથા નારણપુરા વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
















