પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં લાવવામાં આવતાં ઇંગ્લીશ દારૂની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૨૭/૦૧/૨૦૨૬ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે,અલ્પેશભાઇ મનાભાઇ ભીલ રહે.પ્લોટ વિસ્તાર, પીથલપુર તા.તળાજા જી.ભાવનગરવાળા તેના રહેણાંકીય મકાનની પાછળ આવેલ બંધ ઓરડીમાં ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે.જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં નીચે મુજબના ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ ફોર સેલ ઇન મધ્ય પ્રદેશ તથા પંજાબ ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ ભાવનગર,દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપી:-અલ્પેશભાઇ મનાભાઇ ભીલ રહે.પ્લોટ વિસ્તાર, પીથલપુર તા.તળાજા જી.ભાવનગર (પકડવા પર બાકી )
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. ઓલ્ડ મોંક XXX પ્રિમીયમ રમ 750 M.L. ફોર સેલ ઇન મધ્ય પ્રદેશ ઓન્લી લખેલ બોટલ નંગ-૩૬ કિ.રૂ.૪૬,૮૦૦/-
2. રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કી 750 M.L. ફોર સેલ ઇન પંજાબ ઓન્લી લખેલ બોટલ નંગ-૧૬૮ કિ.રૂ.૨,૧૮,૪૦૦/- મળી કુલ રૂ.૨,૬૫,૨૦૦/-નો મુદ્દામાલ
આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી વી.સી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફના ભરતસિંહ ડોડિયા, અરવિંદભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળસર, ગંભીરભાઇ પરમાર, રાજેન્દ્દ મનાતર વગેરે જોડાયાં હતાં.
















