Election

અંબાજી – દાંતા તાલુકા માં ભાજપ ને મોટું ગાબડુ ને કોંગ્રેસ નો મહાવિજય

સત્તા ના અહંકાર માં ભાજપ ને મોટું નુકસાન…..

પાડલિયા માં હુમલો, અંબાજી ૮૯ ઘર તોડ, ને કોરિડોર ની લ્હાય માં બેરોજગારી ની ભીતિ એ ડૂબાડ્યું વહાણ…..

સત્તા ના મોહ અને અહંકાર માં ભલ ભલા ના રાજ્ય ભો ભેગા થયા છે ત્યારે તેવી જ સ્થિતિ આ વખતે દાંતા તાલુકા માં ભાજપ ની આ હાલત જોવા મળી રહી છે .

પાછલા વર્ષો માં કોંગ્રેસ ના ગઢ ગણાતા દાંતા તાલુકા ની અમુક સીટો પર ભાજપે કબજો મેળવ્યા બાદ થી સત્તા ના મદ અને અહંકાર માં ચૂર બનેલ સત્તાધીશો ની મનમાની અને વિકાસ ના નામે ગરીબો પર અત્યાચાર ને લીધે ભાજપ ને કારમી હાર ભોગવવાનો વારો આવ્યો છે .

અંબાજી ખાતે થઈ રહેલા કોરિડોર ની કામગીરી ને લીધે થનારા વિકાસ ની આડઅસર રૂપે ગરીબો ને ઘર તોડી ઘર વિહોણા કર્યા બાદ ૧૨ મહિના થવા છતાં કોઈ આર્થિક સહાય નહીં કે ના સામે કોઈ રહેઠાણ મળતા નિઃસહાય બનેલ ગરીબ પ્રજા ને છેતરતા જ રહ્યા બાદ પ્રચંડ વિજય ની આશા રાખતા સત્તા ના મદ માં આંખે પાટા બાંધી ફરતા સત્તાધીશો ને જનતા જનાર્દને આંખ ઉઘાડી દીધી છે.

વિકાસ ના સપના દેખાડતી સરકાર ગ્રાઉન્ડ પર ની હકીકત થી ઘણી દૂર હોઈ ગરીબો ની આશા પર પાણી ફેરવતી રહી જેના લીધે મોદી સાહેબ પર વિશ્વાસ મૂકી મત આપતી જનતા ને ભાજપ ના સત્તા મંડળ ના કાર્યકર્તાઓ ની નીતિ અને કામગીરી પર થી ભરોસો તૂટતા હવે પરિવર્તન ની માંગ ઊભી કરી છે.ગત ચૂંટણી વખતે રોજગારી અને વિકાસ ના જે સપના દેખાડવામાં આવ્યા હતા તે સપના અધૂરા જ રહેતા લોકો ની આંખ ઊઘડતી પરિસ્થિતિ સામે આવી છે.

પાડલિયા માં આદિવાસીઓ ઘર તોડી પોલીસ હુમલો , વિકાસ કોરિડોર ના નામે અંબાજી ખાતે ગબ્બર રબારી વાસ વિસ્તાર ના ૮૯ ઘર રાતોરાત તોડી પાડી કડકડતી ઠંડી માં લોકો ને બેઘર બનાવતી સરકાર ને કોરિડોર ની કામગીરી માં હાલ માં ચાલી રહેલ તોડફોડ ને લીધે ઊભી થતી

બેરોજગારીની ભીતિ એ તમામ કારણો સત્તા પરિવર્તન માટે જવાબદાર બન્યા છે જેમાં ભાજપ ના સત્તા મંડળ દ્વારા લોક માંગ ની અવગણ કરી ફક્ત કોણી એ ગોળ ચોપડ્યા ની નીતિ વાપરતા અંબાજી સહિત તાલુકા ની જનતા ની વિવિધ માંગો બાબતે નિરાશા મળતા આ વખતે ધરમૂળ થી ઉખેડી નાંખી ફરી કોંગ્રેસ ના પંજા પર મહોર મારતા હવે ભાજપે આ તમામ બાબતોએ ઊંડાણપૂર્વક ગંભીરતા થી નોંધ લઈ લોકો માં વિશ્વાસ જીતવો કે પછી કાયમી સત્તા પર થી દૂર થવું તે વિચારવા જેવી બાબત બની ને ઊભી થઈ છે…..

અંબાજી માં તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત માં અંબાજી 1 માંથી રવિભાઈ સોલંકી નો કોંગ્રેસ માંથી વિજય થયો છે અંબાજી 2 માંથી અરુણાબેન અગ્રવાલ નો કોંગ્રેસમાંથીવિજય થયો છે

જિલ્લા પંચાયત અંબાજી 1 માંથી જયાબેન ગઢવી નો કોંગ્રેસમાંથી વિજય થયો છે જેવી રીતે દાંતા તાલુકામાં ભવાની સિહ પણ કોંગ્રેસમાંથી ભવ્ય વિજય થયો છે

જો હજુ પણ ભારતીય જનતા પાર્ટી પોતાના અહંકારમાંથી હાથ નહીં કાઢે તો 2027 માં વિધાનસભાની ચૂંટણીમાં પણ મોટી અસર જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે

રિપોર્ટર અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાધનપુરના કલ્યાણપુરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મહિલા ઉમેદવારે પરિવાર સાથે ભર્યું ફોર્મ…

રાધનપુર. એ.આર. એબીએનએસ : પાટણ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતની…

ચૂંટણીની તકેદારીને લઈ જામનગર એસપી દ્વારા ધ્રોલના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારની તાલુકા પંચાયતની પેટા…

1 of 6

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *