Ahmedabad

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ. 2 કરોડના અદ્યતન CO₂ લેઝર મશીનનું લોકાર્પણ : ડૉ. રાકેશ જોષી.

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના CSR સહયોગથી ENT વિભાગને મળશે વિશ્વસ્તરીય સારવારની નવી ભેટ

અમદાવાદ, 18 જૂન 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ENT વિભાગમાં દર્દીઓને વધુ આધુનિક, અસરકારક અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી રૂ. 2 કરોડની કિંમતના અદ્યતન CO₂ Laser Machineનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. આ અત્યાધુનિક મશીન એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ના CSR સહયોગ હેઠળ ઉપલબ્ધ બન્યું છે, જે અમદાવાદ સિવિલ હોસ્પિટલના આરોગ્ય માળખાને વધુ મજબૂત બનાવશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ આ મહત્વપૂર્ણ આરોગ્યસેવા પ્રકલ્પ માટે ગુજરાત રાજ્ય સરકાર, ભારત સરકાર, એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI), સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા તેમજ સહયોગી સંસ્થાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ અદ્યતન મશીનથી સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા હજારો દર્દીઓને વિશ્વસ્તરીય ENT સારવારનો લાભ મળશે અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની આરોગ્યસેવાની ક્ષમતામાં વધુ વધારો થશે.

આ મહત્વપૂર્ણ આરોગ્યસેવા પ્રકલ્પનું લોકાર્પણ ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા તથા અમદાવાદ પશ્ચિમના લોકસભા સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના શુભ હસ્તે કરવામાં આવયુ..

સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના પ્રયાસો અને માર્ગદર્શન હેઠળ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના CSR માધ્યમથી પ્રાપ્ત થયેલ આ અદ્યતન મશીન ENT વિભાગ માટે એક સીમાચિહ્નરૂપ ઉમેરો સાબિત થશે. આ પ્રોજેક્ટનો અમલ R.K. HIV & AIDS Research & Care Centre (NGO) દ્વારા કરવામાં આવ્યો છે.

દર્દીઓને મળશે આધુનિક અને વધુ અસરકારક સારવાર
CO₂ Laser Machine ENT ક્ષેત્રમાં વિશ્વભરમાં ઉપયોગમાં લેવાતી અદ્યતન ટેક્નોલોજી ધરાવતી સુવિધા છે. આ મશીન દ્વારા ગળા, સ્વરપેટી (Voice Box), નાક, કાન તથા મોઢાના વિવિધ રોગોની સર્જરી વધુ ચોકસાઈ અને સલામતી સાથે કરી શકાશે.

આ મશીનના ઉપયોગીતા :

• સર્જરી દરમિયાન રક્તસ્રાવમાં નોંધપાત્ર ઘટાડો થશે.
• અત્યંત નાજુક અને જટિલ સર્જરીઓ વધુ સરળતાથી કરી શકાશે.
• દર્દીઓને ઓછી પીડા અને ઝડપી રિકવરી મળશે.
• હોસ્પિટલમાં દાખલ રહેવાનો સમય ઘટશે.
• ગળાના કેન્સર અને ટ્યુમર સંબંધિત સર્જરીમાં વધુ ચોકસાઈ મળશે.
• વોકલ કોર્ડની સમસ્યાઓ તથા અન્ય ENT રોગોની સારવાર વધુ અસરકારક બનશે.
• ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ અદ્યતન સારવાર હવે સરકારી હોસ્પિટલમાં જ પ્રાપ્ત થશે.
• તબીબોને વધુ આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર આપવાની સુવિધા મળશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ રાજ્યની સૌથી મોટી અને અગ્રણી સરકારી આરોગ્ય સંસ્થાઓમાંની એક છે. અદ્યતન CO₂ Laser Machineની સ્થાપનાથી ENT વિભાગની સારવાર ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે અને દર વર્ષે હજારો દર્દીઓને તેનો સીધો લાભ મળશે.

આ નવી સુવિધા માત્ર એક મશીન નહીં, પરંતુ દર્દીકેન્દ્રિત આરોગ્યસેવા, આધુનિક ટેક્નોલોજી અને જનકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. રાજ્ય સરકાર, ભારત સરકાર, એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તથા વિવિધ સહયોગી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી દર્દીઓને વધુ સુલભ, સુરક્ષિત અને ગુણવત્તાસભર આરોગ્યસેવા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને નવી દિશા મળશે.

કાર્યક્રમમાં તબીબો, આરોગ્ય અધિકારીઓ, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યાં તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર……..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 33

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *