Latest

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ..

સાબરકાંઠા જિલ્લામાં આગામી તા. ૩૦ ઓક્ટોબરે ‘કિસાન દિવસ’ અને તા. ૩૧ ઓક્ટોબરે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને પદાધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં બંને કાર્યક્રમોના સુચારુ આયોજન, જરૂરી વ્યવસ્થાઓ અને મહત્તમ લોકભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન તા. ૩૦ ઓક્ટોબરે યોજાનાર ‘કિસાન દિવસ’ની ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતેથી વડાપ્રધાનશ્રીના હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો જાહેર કરવામાં આવશે. દેશના ૯.૬૨ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૧૯,૨૪૦ કરોડની સહાયના આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સાબરકાંઠા જિલ્લામાં પણ કરવામાં આવશે. આ અંતર્ગત જિલ્લામાં જિલ્લા પંચાયતની પ્રત્યેક બેઠક દીઠ બે કાર્યક્રમો તેમજ એક મુખ્ય જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ હિંમતનગર નજીક કાંકણોલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે.

આ ઉપરાંત, તા. ૩૧ ઓક્ટોબરે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત ગ્રામ્ય, નગરપાલિકા અને જિલ્લાકક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજાશે. સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે દરેક ગામમાં એકતા રેલી યોજવા તથા મહત્તમ લોકભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવા સહિતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય એકતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે તા. ૩૧ ઓક્ટોબરે હિંમતનગરના ટાવર ચોક પાસે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરીને એકતા રેલીનો પ્રારંભ કરવામાં આવશે. આ રેલીનું સમાપન પોલીસ પરેડ ગ્રાઉન્ડ, હિંમતનગર ખાતે થશે. ત્યારબાદ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓએ બંને કાર્યક્રમોનું સુચારુ આયોજન થાય તે માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યાં હતાં.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ, હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા, ઇડરના ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ. પી. પટેલ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે. પી. પાટીદાર, અગ્રણી શ્રી બિપિન ઓઝા સહિત અન્ય પદાધિકારીઓ, તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ દિનેશભાઇ સોનગરા હિંમતનગર..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​બોટાદમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ્સ માટે ભવ્ય કાનૂની તાલીમ શિબિર સંપન્ન

ગત તારીખ ૨૪ મી ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ બોટાદ મુકામે મહાદેવ હોટલ ખાતે સરકારી વકીલો,…

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્યા

મંત્રીશ્રીએ અજમાભાટ નેસ અને બાળા નેસ મુલાકાત લઈ માલધારી પરિવારો સાથે સંવાદ…

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

1 of 146

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *