Latest

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસના વડાપ્રધાનશ્રીના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નિહાળવામાં આવ્યું હતું. આ વર્ષે એકતા પરેડની થીમ ‘નક્સલ મુક્ત ભારત’ રાખવામાં આવી હતી. એકતાનગર ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં દેશનાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી, જ્યારે સુરક્ષા દળો દ્વારા નક્સલવાદ સામેની કામગીરી અને દેશની સુરક્ષા માટેના પ્રયાસોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જિલ્લાકક્ષાના આ કાર્યક્રમમાં સાંસદશ્રી શોભનાબેન બારૈયા સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને નાગરિકોએ સરદાર સાહેબને કૃતજ્ઞતાપૂર્વક નમન કર્યા હતા. સરદાર સાહેબના જીવનમૂલ્યો, વ્યક્તિત્વ અને રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરી નવી પેઢીને તેમના વિચારો અને કાર્યો સાથે પરિચિત કરાવવાના હેતુથી આ જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સામૂહિક રીતે વંદે માતરમનું ગાન કર્યું હતું તેમજ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવાના શપથ લીધા હતા. આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાં પણ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત એકતાનગર ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખશ્રી અરુણાબેન કડિયા, જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, પૂર્વ સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્યશ્રી મહેન્દ્રસિંહ બારૈયા સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​બોટાદમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ્સ માટે ભવ્ય કાનૂની તાલીમ શિબિર સંપન્ન

ગત તારીખ ૨૪ મી ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ બોટાદ મુકામે મહાદેવ હોટલ ખાતે સરકારી વકીલો,…

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્યા

મંત્રીશ્રીએ અજમાભાટ નેસ અને બાળા નેસ મુલાકાત લઈ માલધારી પરિવારો સાથે સંવાદ…

1 of 146

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *