Latest

કેશોદ એરપોર્ટનું નામ ‘વીર દેવાયત આપા બોદર એરપોર્ટ’ રાખવા રજૂઆત

જૂનાગઢના ઇતિહાસમાં પોતાના એકના એક પુત્ર ઉગાનું બલિદાન આપનાર વીર દેવાયત આપા બોદરના નામે એરપોર્ટનું નામકરણ કરવાની માંગ ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આવેલા એરપોર્ટનું નામ ઐતિહાસિક વીર પુરુષ,ક્ષત્રિય આહીર સમાજના ગૌરવ અને અતુલનીય બલિદાનના પ્રતીક એવા ‘વીર દેવાયત આપા બોદર’ના નામે રાખવામાં આવે તે માટે ગુજરાત આહીર રેજિમેન્ટ જાગૃતતા જનક આહીર ભાવેશ સોલંકી દ્વારા કેન્દ્ર અને ગુજરાત રાજ્ય સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર, વીર દેવાયત આપા બોદરે જૂનાગઢની રાજગાદી અને રાજવંશની રક્ષા માટે પોતાના સગા અને એકના એક પુત્ર ઉગાનું બલિદાન આપ્યું હતું,જૂનાગઢના રાજા રા’ ડિયાસની હત્યા બાદ રાજકુમાર રા’ નવઘણના પ્રાણ બચાવવા માટે દેવાયત આપા અને તેમનાં ધર્મપત્ની સોનલબાઈએ અદ્વિતીય ત્યાગ અને સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ઐતિહાસિક લોકવાયકા અનુસાર,રાણી સોમલદેએ રાજકુમાર રા’નવઘણને સુરક્ષિત રાખવાની જવાબદારી વાલબાઈને સોંપી હતી,વાલબાઈ રાજકુમારને લઈને દેવાયત આપા બોદર પાસે પહોંચ્યાં હતાં,દેવાયત આપાએ રાજકુમારને પોતાના પુત્ર સમાન ઉછેર્યા હતા અને ભવિષ્યમાં જૂનાગઢની રાજગાદી પુનઃસ્થાપિત કરવાનો સંકલ્પ લીધો હતો.

જ્યારે સોલંકી શાસકને રાજકુમાર રા’નવઘણ જીવિત હોવાની જાણ થઈ ત્યારે દેવાયત આપાની વફાદારીની કસોટી કરવા માટે તેમને પોતાના હાથે રાજકુમારનું શિરચ્છેદ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો,તે સમયે દેવાયત આપાએ પોતાના પુત્ર ઉગાને રાજકુમારનાં વસ્ત્રો પહેરાવી દરબારમાં મોકલ્યો હતો અને માતૃભૂમિ,વચન તથા રાજધર્મની રક્ષા માટે પોતાના જ પુત્રનું બલિદાન આપ્યું હતું,તેમના ધર્મપત્ની સોનલબાઈએ પણ અસહ્ય દુઃખ સહન કરીને આ મહાન કાર્યમાં પતિને સાથ આપ્યો હતો.

આ મહાન બલિદાનના વર્ષો બાદ દેવાયત આપાએ ક્ષત્રિય આહીર યોદ્ધાઓને સંગઠિત કરીને સંઘર્ષ કર્યો હતો અને રાજકુમાર રા’ નવઘણને જૂનાગઢની રાજગાદી પુનઃપ્રાપ્ત કરવામાં યોગદાન આપ્યું હતું,આ ઐતિહાસિક યોગદાનને કારણે લોકમાનસમાં આજે પણ કહેવત પ્રચલિત છે કે, “રા’ ને રાખનાર દેવાયત આપા બોદર.” ” રા ના રખોપાં દેવાયતના દરબારમાં” ગિર-સોમનાથ જિલ્લાના બોડિદર ગામે વીર દેવાયત આપાનું મંદિર પણ આવેલું છે,જે તેમની ઐતિહાસિક સ્મૃતિ અને લોકઆસ્થાનું પ્રતીક છે.

ભાવેશભાઈ સોલંકીએ રજૂઆતમાં જણાવ્યું છે કે,જે મહાપુરુષે જૂનાગઢની અસ્મિતા અને રાજવંશની રક્ષા માટે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું હોય,એવા મહાન ઐતિહાસિક વ્યક્તિત્વને રાષ્ટ્રીય સ્તરે યોગ્ય ઓળખ અને સન્માન મળવું જોઈએ. આથી કેશોદ એરપોર્ટનું નામ ‘વીર દેવાયત આપા બોદર એરપોર્ટ’ રાખવામાં આવે,આ અંગે ઉપલબ્ધ ઐતિહાસિક દસ્તાવેજો અને પુરાવાઓની ચકાસણી કરવામાં આવે તથા નામકરણની સત્તાવાર પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ નામકરણથી માત્ર વીર દેવાયત આપા બોદરને ઐતિહાસિક શ્રદ્ધાંજલિ જ નહીં મળે,પરંતુ ગુજરાતની ગૌરવશાળી ઐતિહાસિક વિરાસતને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળશે અને આવનારી પેઢીઓને ત્યાગ,શૌર્ય,વચનબદ્ધતા તથા માતૃભૂમિ પ્રત્યેના સમર્પણની પ્રેરણા પણ મળશે.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​બોટાદમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ્સ માટે ભવ્ય કાનૂની તાલીમ શિબિર સંપન્ન

ગત તારીખ ૨૪ મી ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ બોટાદ મુકામે મહાદેવ હોટલ ખાતે સરકારી વકીલો,…

1 of 146

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *