Entertainment

હનુમાનજી દાદાની મહિમા દર્શાવતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ પર વરસ્યા જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ

રિપોર્ટર: અનુજ ઠાકર.

સનાતન સંસ્કૃતિ, ધર્મ રક્ષા અને ગૌ-પૂજનની મહાન પરંપરાને આગળ ધપાવતા તાજેતરમાં રાજકોટના શ્રી કૃષ્ણ ગીર ગૌધામ ખાતે એક અલૌકિક અને ઐતિહાસિક આયોજન સંપન્ન થયું હતું. પૂજ્ય સ્વ. બાબુબાપુ વાંક પરિવાર દ્વારા સંચાલિત આ ગૌધામમાં દ્વારકા શારદાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી જી મહારાજનું પાવન આગમન અને પધરામણી થઈ હતી. ગૌ-ભેટ, પાદુકા પૂજન અને ધર્મ ચર્ચાના આ પવિત્ર અવસરે યદુવંશીઓ અને ગૌ-ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પાવન અવસરે એક વિશેષ અને ઐતિહાસિક ક્ષણ ત્યારે આવી જ્યારે આગામી ૨૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી બહુપ્રતીક્ષિત ભક્તિપ્રધાન ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ સાળંગપુર’ના નિર્દેશક પ્રશાંત દેશાવલ અને પ્રોડ્યુસર ધ્રુવ દેશાવલ પણ શ્રી કૃષ્ણ ગીર ગૌધામ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ દિવ્ય અવસરે તેમણે જગદ્ગુરુ શંકરાચાર્ય જીના ચરણોમાં સીસ ટેકવીને તેમના પાવન આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. શંકરાચાર્યજીએ ફિલ્મની સફળતા માટે પોતાના પૂર્ણ આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવતા મંગળ કામના કરી હતી કે ભગવાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીની અસીમ કૃપાથી આ ફિલ્મ સમાજમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરે.

ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શનના બેનર હેઠળ પ્રસ્તુત આ ફિલ્મ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દિવ્ય ઇતિહાસ અને મહિમાને મોટા પડદા પર જીવંત કરશે. ફિલ્મના નિર્દેશક પ્રશાંત દેશાવલ અને નિર્માતા ધ્રુવ દેશાવલે આ પહેલા મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના દર્શન કરી ફિલ્મના પ્રમોશનની શાનદાર શરૂઆત કરી હતી, અને હવે જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વચન મળવાથી સમગ્ર ટીમ અને કલાકારોનો ઉત્સાહ બેવડાઈ ગયો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 40

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *