Ahmedabad

ભારતીય માનવાધિકાર સેવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ મકવાણાની પુનઃનિયુક્તિ

ભારતીય માનવાધિકાર સેવા સંગઠન (ઇન્ડિયન હ્યુમન રાઇટ્સ સર્વિસ ઓર્ગેનાઇઝેશન) દ્વારા શ્રી દિગ્વિજયસિંહ અજીતસિંહ મકવાણાની ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ફરી એકવાર નિયુક્તિ કરવામાં આવી છે. તેમની નિષ્ઠા, નીડર કામગીરી અને છેવાડાના માનવી પ્રત્યેની સેવાભાવનાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય નેતૃત્વએ તેમના પર ફરી ભરોસો મૂક્યો છે, જેને કાર્યકરોએ ઉત્સાહભેર આવકાર્યો છે.

શ્રી દિગ્વિજયસિંહ મકવાણા લાંબા સમયથી ગરીબ, શોષિત, મહિલાઓ, બાળકો અને વડીલોના હકોના રક્ષણ માટે સક્રિય છે. અન્યાય સામે અવાજ ઉઠાવવાના તેમના સ્વભાવને કારણે લોકોમાં તેમનો વિશેષ આદર છે. આ નવી જવાબદારી સ્વીકારતા શ્રી દિગ્વિજયસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે, આ પદ તેમના માટે સન્માન કરતાં જનસેવાનું મોટું દાયિત્વ છે અને રાજ્યના દરેક નાગરિકને બંધારણીય ન્યાય મળે તથા કોઈએ ભયના ઓથાર હેઠળ ન જીવવું પડે તે માટે તેઓ સતત કાર્યરત રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા સ્તરે સંગઠનને મજબૂત બનાવીને માનવાધિકાર જાગૃતિ, વિનામૂલ્યે કાયદાકીય માર્ગદર્શન, મહિલા સુરક્ષા અને જરૂરિયાતમંદોને તાત્કાલિક સહાય પૂરી પાડવી એ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને અન્યાયનો ભોગ બનેલા નાગરિકોને નિઃશુલ્ક મદદ માટે સંગઠનનો સંપર્ક કરવા અપીલ કરી છે.

રિપોર્ટર ડૉ. કિંજલ પંચાલ અમદાવાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજ્યભરમાં ઉજવાઈ રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ…

1 of 35

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *