Ahmedabad

અમોદ્રાધામ ખાતે સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી અને ભવ્ય મંદિર પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

અમોદ્રા (ઉના):

સમસ્ત લુહાર, સુથાર અને પંચાલ સમાજના આસ્થાના પ્રતીક પરમ વંદનીય સંતશ્રી મહાત્મા મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી (અવતરણ તિથિ) નિમિત્તે અમોદ્રા (ઉના) સ્થિત મૂળદાસ ધામ ખાતે તા. ૧૯થી ૨૧ નવેમ્બર દરમિયાન ભવ્ય ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો.

મંદિરના મુખ્ય દાતાશ્રી મહેશભાઈ નરોત્તમભાઈ કવા દ્વારા નવનિર્મિત ભવ્ય મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. મહોત્સવ દરમિયાન મંદિરની પુનઃપ્રતિષ્ઠા તથા વિવિધ દેવી-દેવતાઓની પુનઃપ્રાણપ્રતિષ્ઠા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

મહોત્સવના અંતિમ દિવસે ચરણ પાદુકા પૂજન, ભવ્ય શોભાયાત્રા, દેવતાઓની પુનઃપ્રાણપ્રતિષ્ઠા, ધ્વજારોહણ, શિખર પ્રતિષ્ઠા, ધર્મસભા તથા સંતો-મહંતો અને દાતાશ્રીઓના સન્માન સમારોહ યોજાયા હતા. સંતવાણીના કાર્યક્રમમાં જૂનાગઢના મહામંડલેશ્વર ૧૦૦૮ પૂજ્ય હરિહરાનંદ ભારતીબાપુની ઉપસ્થિતિએ મહોત્સવની શોભા વધારી હતી.

બપોરે મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો અને સાંજે બીડુ હોમવાની પવિત્ર વિધિ સાથે ત્રિદિવસીય મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

સંતશ્રી મૂળદાસ બાપાની ૩૫૨મી જન્મજ્યંતી તથા ભવ્ય મંદિર પ્રતિષ્ઠાનો આ મહોત્સવ સમગ્ર લુહાર, સુથાર અને પંચાલ સમાજ માટે શ્રદ્ધા, ભક્તિ, એકતા અને સામાજિક સમરસતાનું પ્રેરણાદાયી પ્રતીક બની રહ્યો હતો.

રિપોર્ટર ડૉ. કિંજલ પંચાલ અમદાવાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતીય માનવાધિકાર સેવા સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે દિગ્વિજયસિંહ મકવાણાની પુનઃનિયુક્તિ

ભારતીય માનવાધિકાર સેવા સંગઠન (ઇન્ડિયન હ્યુમન રાઇટ્સ સર્વિસ ઓર્ગેનાઇઝેશન) દ્વારા…

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજ્યભરમાં ઉજવાઈ રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ…

1 of 35

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *