ગુજરાતમા અનેક કૌંભાંડ થઈ રહ્યા છે, પણ જયારે કૌભાંડ સામે પોલીસ કાર્યવાહી કરાયછે ત્યારે આરોપીઓ પકડાઈ જાયછે, 25 જૂનના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સસ્તા અનાજની દુકાનોમાં ચાલતા મસમોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને 8 આરોપીઓએ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો,24 જૂન ના રોજ દાંતા મામલતદાર કચેરી બહાર કોમ્પલેક્ષ ખાતેથી 4 આરોપીઓ ને ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી લઈ ગયા હતા અને 2 દિવસની તપાસ બાદ આ આરોપીઓ સામે ગુન્હો નોંધાતા ખળભળાટ મચ્યો હતો આમ 49 લોકો પૈકી 20 સસ્તા અનાજની દુકાન ના સંચાલકો હતા. આમ વિવિધ સસ્તા અનાજનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવતા પુરવઠા વિભાગની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે.
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલિસ મથકે ફરીયાદ નોંધાઈ છે.સસ્તા અનાજ ની દુકાનધારકો અને વચેટીયાઓએ ભેગા મળી કૌભાંડ આચર્યું હતુ.
બનાસકાંઠા ના 20 જેટલા સસ્તા અનાજ ની દુકાન ધારકો સહિત કુલ 49 લોકો સામે ફરિયાદ નોધાતા પુરવઠા વિભાગ દોડતું થયું હતું. મળતી માહિતી પ્રમાણે દાંતા તાલુકામા અંદાજે 13 જેટલા આરોપીઓ ના નામ ખુલ્યા છે.અનાજ ન લેતા કાર્ડ ધારકો ના ઓનલાઈન બિલો બનાવી અનાજ બારોબાર વેંચતા હતા આ આરોપીઓ,રેશન કાર્ડ ધારક ની જાણ બહાર નામ, નંબર, ફિંગર પ્રિન્ટ, ડેટા ગેમસ્કેન જેવા સર્વર બેઝ સોફ્ટવેર બનાવી ખોટા બિલો ઘણા સમયથી બનાવતા હતા,ખોટા બિલો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સરકાર અને કાર્ડ ધારક સાથે છેતરપીંડી કરતા હાલ 8 લોકો ઝડપાયા છે અને કુલ 49 લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. આરોપીઓ પાસેથી મોબાઈલ,લેપટોપ, ફિંગર પ્રિન્ટ સ્કેન મશીન સહિત 1.62 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો, આમ સ્થાનીક પુરવઠા વિભાગ ની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે.કેટલા વર્ષો થી આ કૌભાંડ ચાલતું હતું તે મામલે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ છે,દાંતા તાલુકામા નાગેલ ખાતે રહેતા જાકીર ની પણ સંડોવણી બહાર આવી સાથે સાથે સિંબલપાણી, રસૂલપુરા, દાંતા, નાગેલ, વસી, તોરણીયા, મુમનવાસ, પાનસા, કોંસા સહિતના ગામો ના આરોપીઓએ ભેગા મળીને કર્યું હતું કૌભાંડ, હજુ તપાસ મા વધુ માહીતી બહાર આવશે